Not Set/ 10 લાખ કરોડમાં 10 હજાર કિલોમીટર હાઈ-સ્પીડ ટ્રેન કોરિડોર બનાવશે રેલવે

ભારતીય રેલવે દેશના બધા પ્રમુખ શેરોને કનેક્ટ કરવા માટે હાઇ-સ્પીડ ટ્રેન કોરીડોર બનવાની યોજનાની જાહેરાત થોડાક જ સમયમાં કરશે. આ કોરીડોરના નિર્માણ માટે અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. સરકારના ભારતમાલા હાઈવે ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર થનાર આ હાઈ-સ્પીડ ટ્રેન કોરીડોર ૧૦ હજાર કિલોમીટર લાંબો હોવાની શક્યતા છે. રેલવે મંત્રાલયના એક ટોચના […]

India
543481 railway 012917 10 લાખ કરોડમાં 10 હજાર કિલોમીટર હાઈ-સ્પીડ ટ્રેન કોરિડોર બનાવશે રેલવે

ભારતીય રેલવે દેશના બધા પ્રમુખ શેરોને કનેક્ટ કરવા માટે હાઇ-સ્પીડ ટ્રેન કોરીડોર બનવાની યોજનાની જાહેરાત થોડાક જ સમયમાં કરશે. આ કોરીડોરના નિર્માણ માટે અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.

સરકારના ભારતમાલા હાઈવે ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર થનાર આ હાઈ-સ્પીડ ટ્રેન કોરીડોર ૧૦ હજાર કિલોમીટર લાંબો હોવાની શક્યતા છે.

રેલવે મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યુ હતું કે, આ યોજનાની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવશે. જેમાં એ રુટની માહિતી પણ આપવામાં આવશે. જે રુટને હાઈ-સ્પીડ ટ્રેન કોરીડોરથી જાડવાના છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટનુ ફંડીંગ કઈ રીતે કરવામાં આવશે તેની પણ જાહેરાત કરાશે.

અધિકારીએ જણાવ્યુ હતું કે, આ કોરીડોર પર ટ્રેન ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આ કોરીડોર માટે વર્તમાન રેલવે લાઈનોની બાજુમાં પડેલ જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત નેશનલ હાઈવેની ઉપર થઈને પસાર કરવામાં આવશે.

રેલવે વિભાગ આ પ્રોજેક્ટ માટેનુ ટેન્ડર બહાર પાડશે. જેના માટે દુનિયાની તમામ ટોચની કંપનીઓને આમંત્રણ આપવામાં આવશે. આ પગલુ કન્ટ્રક્શન ખર્ચ ઘટાડવાના ઈરાદે ભરવામાં આવી રહ્યુ છે. સરકારે હવે સિંગલ પિલ્લર પર ડબલ લાઈન બનાવવાની યોજના તૈયાર કરી છે.

જેથી કન્ટ્રક્શનનો ખર્ચ ૨૦૦ કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરથી ઘટાડીને ૧૦૦ કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટર લાવી શકાય. આ ઉપરાંત લાઈટવેઈટ એલ્યુમીનિયમ કોચને ધ્યાનમાં રાખી આ કોરીડોર બનાવવામાં આવશે. આ કોરીડોર પર ટ્રેન વીજળીની મદદથી ચલાવાશે.