Not Set/ દેશમાં ફરી વિશ્વના સૌથી વધુ કેસ નોધાયા, છેલ્લા 24 કલાકમાં 3.25 લાખથી વધુ નવા કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર રેકોર્ડ બ્રેક કેસ નોધાયા છે.  છેલ્લા 4 કલાકમાં 3.25 લાખથી વધુ નવા કેસ નોધાયા છે. 

India
corona 9 દેશમાં ફરી વિશ્વના સૌથી વધુ કેસ નોધાયા, છેલ્લા 24 કલાકમાં 3.25 લાખથી વધુ નવા કેસ

કોરોનાની બીજી લહેરે ભારતમાં આતંક મચાવ્યોચે. દેશમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોના કેસ સતત નવો વિશ્વ વિક્રમ સર્જી રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર રેકોર્ડ બ્રેક કેસ નોધાયા છે.  છેલ્લા 4 કલાકમાં 3.25 લાખથી વધુ નવા કેસ નોધાયા છે.

સાથે દેશમાં પોણા બે લાખ લોકો  કોરોનામુક્ત બનાયા છે.  હાલમાં દેશમાં એક્ટિવ કેસનો આંક 24 લાખને પાર પહોચી ગયો છે. દેશમાં 72 કલાકમાં 6 હજારથી વધુ મોત નીપજ્યા છે. તો છેલ્લાં 24 કલાકમાં ફરી 2 હજારના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,013 કેસ નોધાયા છે. ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 34,254 કેસ સામે આવ્યા છે.

કોરોનાના સતત વધતા કેસને કારને દેશમાં ઘણા રાજ્યોમાં દવા અને ઓક્સિજનનું સંકટ ઘેરાઈ રહ્યું છે. દર્દીઓને હોસ્પીટલમાં બેડ અને દવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.