Not Set/ પંજાબનાં ફિરોઝપુરથી BSF ને મળી પાકિસ્તાની બોટ

ફિરોઝપુર પાકિસ્તાન સાથેની સરહદને કારણે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને છેલ્લા કેટલાક મહિનામાં પડોશી દેશથી ઘણા ડ્રોન ગેરકાયદેસર રીતે અહીં મોકલવામાં આવી ચુક્યા છે.

Top Stories India
Boat in beach

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે પંજાબનાં ફિરોઝપુર જિલ્લામાં એક ત્યજી દેવામાં આવેલી પાકિસ્તાની બોટને જપ્ત કરી છે. ફિરોઝપુર પાકિસ્તાન સાથેની સરહદને કારણે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને છેલ્લા કેટલાક મહિનામાં પડોશી દેશથી ઘણા ડ્રોન ગેરકાયદેસર રીતે અહીં મોકલવામાં આવી ચુક્યા છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / હાઇકોર્ટમાં 45 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, HC સહિત રાજ્યની તમામ કોર્ટ ઓનલાઈન કાર્યવાહી કરશે

BSF નાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડીટી મોલ બોર્ડર ચોકી પાસે પેટ્રોલિંગ દરમિયાન 136 બટાલિયનનાં જવાનોએ લાકડાની બોટ જોઈ હતી. તેમણે કહ્યું, “શિયાળામાં આ વિસ્તાર ગાઢ ધુમ્મસથી ઢંકાયેલો રહેતો હતો. બોટ મળી આવ્યા પછી, અમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સ્થાનિક ગામડાઓને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા માટે BSF ને જાણ કરવા ચેતવણી આપી હતી. આવી બોટનો ઉપયોગ વારંવાર ડ્રગ્સ અને હથિયારોની સીમા પારથી દાણચોરી માટે થાય છે. આપને જણાવી દઈએ કે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ ફિરોઝપુર વિસ્તારમાં જ એક ફ્લાયઓવર પર 15 થી 20 મિનિટ માટે રોકાઈ ગયો હતો. આને કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી હતી અને પંજાબ સરકાર તરફથી પણ જવાબ મંગાવવામાં આવ્યો હતો. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને આગામી સુનાવણી સોમવારે થવાની છે.