Not Set/ આણંદ : બસ અને કાર ધડાકાભેર અથડાતા આગમાં બંને વાહનો બળીને ખાખ

આણંદના જનતા કરમસદ ઓવરબ્રિજ ઉપર કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર અને લક્ઝરી બસમાં આગ લાગી હતી. આગ જોતજોતામાં બંને વાહનોમાં પ્રસરી જતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અકસ્માતની ઘટનામાં કાર ચાલક કારમાં જ બળીને ભડથું થઇ ગયો હતો. સાથે સાથે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ […]

Top Stories Gujarat Others
edada78e bb9f 4646 b01d eedf9487a181 આણંદ : બસ અને કાર ધડાકાભેર અથડાતા આગમાં બંને વાહનો બળીને ખાખ

આણંદના જનતા કરમસદ ઓવરબ્રિજ ઉપર કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર અને લક્ઝરી બસમાં આગ લાગી હતી.

01 e1543128722924 આણંદ : બસ અને કાર ધડાકાભેર અથડાતા આગમાં બંને વાહનો બળીને ખાખ
mantavyanews.com

આગ જોતજોતામાં બંને વાહનોમાં પ્રસરી જતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અકસ્માતની ઘટનામાં કાર ચાલક કારમાં જ બળીને ભડથું થઇ ગયો હતો.

સાથે સાથે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શનિવારે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા હતા.

7690415e b39c 4543 af83 6a4bff1b93d0 e1543128753696 આણંદ : બસ અને કાર ધડાકાભેર અથડાતા આગમાં બંને વાહનો બળીને ખાખ
mantavyanews.com

સીએનજી કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતના પગલે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ, કાર અને બસ સામસામે ધડાકાભેર અથડાતા આગ લાગી હતી.