રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ (WPL)માં દિલ્હી કેપિટલ્સ ( DC) ને હરાવી તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમ WPLમાં વિજેતા બનતા ક્રિકેટર વિરાટ કોહલી ખૂબ જ ખુશ થયો અને વીડિયો કોલ કરી ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાને અભિનંદન પાઠવ્યા. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ (WPL)માં દિલ્હી (DC)એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. DCએ 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. બીજા દાવમાં RCBએ બે વિકેટ ગુમાવીને 19.3 ઓવરમાં DCને હરાવી સરળતાથી WPLનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
વિરાટ કોહલીએ પાઠવ્યા અભિનંદન
વિરાટ RCBની જીતથી એટલો ખુશ થયો હતો કે વીડિયો કોલ દરમ્યાન જ ડાન્સ કરવા લાગ્યો હતો. ભારતના મહાન યુવા ક્રિકેટર વિરાટના કોલ કરવાથી અને વીડિયો કોલમાં ક્રિકેટરને ડાન્સ કરતો જોતા સ્મૃતિ મંધાના ખુશ-ખુશ થઈ ગઈ હતી. નોંધનીય છે કે RCB ફ્રેન્ચાઈઝીનું આ પ્રથમ ટાઈટલ છે અને બીઝી સિઝનમાં મહિલા ટીમે સરળતાથી WPLનું ટાઈટલ જીત્યું હતું. જ્યારે IPLમાં મેન્સની ટીમ કયારે પણ આ ટાઈટલ જીતી શકી નથી.
મેન્સ ટીમ ટાઈટલ જીતવામાં રહી છે નિષ્ફળ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2008થી IPL ટાઈટલ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ દર વર્ષે તે આમ કરવામાં નિષ્ફળ ગઈ છે. RCBની મેન્સ ટીમ 3 વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. પરંતુ ટાઈટલ જીતી શક્યા નથી. અનુભવી ક્રિકેટર વિરાટ કોહલી છેલ્લા 16 વર્ષથી RCB સાથે જોડાયેલા છે. તેમણે ટીમ સાથે દરેક સારી અને ખરાબ સિઝન જોઈ છે. વિરાટ એક સમયે ફ્રેન્ચાઇઝીના કેપ્ટન પણ રહી ચૂક્યો છે. પરંતુ ખુદ કોહલી પણ પોતાની કેપ્ટનશીપમાં આરસીબી માટે ખિતાબ જીતી શક્યો નથી. આથી જ બીજી સિઝનમાં RCBની વુમન્સ ટીમ ટાઈટલ જીતવામાં સફળ થતા વિરાટ કોહલી ખુબ જ આનંદિત થયો હતો. અને કેપ્ટન સ્મૃતિ મંધાનાને અભિનંદન પાઠવવા તુરંત જ વીડિયો કોલ કર્યો હતો. RCBની વુમન્સ ટીમ ટીમ મેદાનમાં જ્યારે પોતાની જીતનું જશ્ન મનાવતી હતી ત્યારે વિરાટ કોહલીના વીડિયો કોલથી તેમના આનંદમાં વધુ વધારો થયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. લોકો કોહલીની દિલદારીની પ્રશંસા કરી રહ્યા છે.
WPL વિજેતા ટીમને મળ્યું અધધ… ઇનામ
WPL વિજેતા તરીકે , સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમને ઈનામી રકમ તરીકે INR 6 કરોડ મળ્યા. જ્યારે પ્રતિસ્પર્ધી ટીમને INR 3 કરોડ મળ્યા. WPLમાં સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિજેતા બની. જ્યારે DC રનર્સ-અપ બની રહી. આરસીબીની એલિસ પેરીએ ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તેણે નવ મેચમાં 347 રન બનાવ્યા હતા. જ્યારે RCB સ્પિનર શ્રેયંકા પાટીલે પર્પલ કેપ જીતવા માટે મેરિઝાન કેપ અને જેસ જોનાસેન જેવા ખેલાડીઓને હરાવી. ફાઇનલમાં ચાર વિકેટ લેનાર શ્રેયંકાએ 13 વિકેટ સાથે ટૂર્નામેન્ટનો અંત કર્યો હતો.
આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત
આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ
આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત