Not Set/ માલ્યા, મોદી, ચોક્સી સહિતનાં વિશે રાહુલે ઉઠાવેલા સવાલો મામલે નાણાંમંત્રી સીતારામણે પૂરો હિસાબ આપ્યો

દેશના મોટા મૂડીવાદીઓ કે આર્થિક ભાગેડુઓ દ્વારા લેવામાં આવેલુ 68000 કરોડ રૂપિયાથી વધુનું દેવું માંડી દેવાયા બાદ રાજનીતિ તીવ્ર બની છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંકોની લોન ભરપાઈ ન કરનારા 50 મોટા લેેણાલેનારા અને ભાગેડુઓ મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જેના પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પ્રતિક્રિયા આપી હતી અને નાણામંત્રી નિર્મલા સીતારામણે મોદી સરકાર પર કોંગ્રેસ દ્વારા […]

India Business
81e29d51d3145e4b9391acf006be7f7a 3 માલ્યા, મોદી, ચોક્સી સહિતનાં વિશે રાહુલે ઉઠાવેલા સવાલો મામલે નાણાંમંત્રી સીતારામણે પૂરો હિસાબ આપ્યો
81e29d51d3145e4b9391acf006be7f7a 3 માલ્યા, મોદી, ચોક્સી સહિતનાં વિશે રાહુલે ઉઠાવેલા સવાલો મામલે નાણાંમંત્રી સીતારામણે પૂરો હિસાબ આપ્યો

દેશના મોટા મૂડીવાદીઓ કે આર્થિક ભાગેડુઓ દ્વારા લેવામાં આવેલુ 68000 કરોડ રૂપિયાથી વધુનું દેવું માંડી દેવાયા બાદ રાજનીતિ તીવ્ર બની છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંકોની લોન ભરપાઈ ન કરનારા 50 મોટા લેેણાલેનારા અને ભાગેડુઓ મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જેના પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પ્રતિક્રિયા આપી હતી અને નાણામંત્રી નિર્મલા સીતારામણે મોદી સરકાર પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અંગે કહ્યું હતું કે તેમની સરકારે ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરીને ઘણા પૈસા વસૂલ કર્યા છે. આ માટે નાણામંત્રીએ પોતાની ટ્વિટમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદીનો સંપૂર્ણ હિસાબ આપ્યો છે.

મંગળવારે રાત્રે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સરકાર પરના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા દેશની જનતાને ગેરમાર્ગે દોરે છે. મેહુલ ચોક્સી કેસ વિશે માહિતી આપતાં નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકારે ફરાર હીરાના વેપારી નીરવ મોદીની આશરે 2387 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકત (489.75 કરોડ જપ્ત કરી) જપ્ત કરી હતી, અને મોટી કાર્યવાહી કરી હતી. તેમાં 961.47 કરોડની વિદેશી સંપત્તિ પણ શામેલ છે. નાણાં પ્રધાને કહ્યું કે નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં છે.

મેહુલ ચોક્સી વિશે નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ચોક્સીની 1936 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં 67.9 કરોડ રૂપિયાની વિદેશી સંપત્તિનો સમાવેશ થાય છે. આ સિવાય મેહુલ ચોક્સીની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે જેમાં 597.75 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે એન્ટિગુઆને અરજી મોકલવામાં આવી છે અને તેને ફરાર જાહેર કરાવવાની કાર્યવાહી પણ ચાલુ છે.

ઉદ્યોગપતિ વિજય માલ્યા પર પણ કરાયેલી કાર્યવાહી વિશે માહિતી આપતાં નિર્મલા સીતારામણે એક અન્ય ટવીટમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિજય માલ્યાની આશરે 8040 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે અને 1693 કરોડ જપ્ત કરવામાં આવી છે. વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરતાં પ્રત્યાર્પણ માટેની અરજી કરવામાં આવી છે.

તેમણે એક અન્ય ટ્વીટમાં કહ્યું કે તે મોદી સરકાર છે, જેમણે આવા વિલફુલ ડિફોલ્ટરો પર કાર્યવાહી શરૂ કરી છે. અમારી સરકારે 9967 રિકવરી સુટ્સ અને 3515 એફઆઈઆર દાખલ કરી છે. આ ઉપરાંત નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાના કેસોમાં લગભગ 18332 કરોડ રૂપિયાની સંપત્તિ જોડવામાં આવી છે અથવા જપ્ત કરવામાં આવી છે.

નાણામંત્રીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન સિસ્ટમની સફાઇનું કામ કેમ કરી શકતા ન હતા તે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તેમણે એમ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સત્તા અને વિપક્ષ બંને પક્ષે ભ્રષ્ટાચારને ખતમ કરવાની કોઈ પ્રતિબદ્ધતા બતાવી નથી.

જાણો રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે સરકાર પાસેથી બેંક કૌભાંડ કરનારાઓના નામ પૂછ્યા હતા પરંતુ સંસદમાં આ લેણુંલેનારાઓના નામ છુપાયેલા છે. રાહુલે ટ્વીટ કર્યું, ‘મેં સંસદમાં એક સરળ પ્રશ્ન પૂછ્યો – મને દેશના 50 સૌથી મોટા બેંક ચોરના નામ જણાવો. નાણાં પ્રધાને જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે રિઝર્વ બેંકે નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિતના ભાજપના ‘મિત્રો’ ના નામ બેંક ચોરની યાદીમાં મૂકી છે. તેથી જ આ સત્ય સંસદમાં છુપાયેલું હતું.

આ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ મંગળવારે  પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રિઝર્વ બેંકે 24 એપ્રિલના રોજ રાઇટ ટુ ઇન્ફર્મેશન-આરટીઆઈ હેઠળ માહિતી આપી છે કે બેંકોની લોન નહીં ચૂકવતા 50 મોટા લેણું લેનારા અને ભાગેડુઓનું દેવું માફ કર્યું છે. તેમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને જતીન મહેતા જેવા મોટા કૌભાંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન