Not Set/ રેમડેસિવિરના ઉત્પાદનમાં 10 ગણો વધારો : મનસુખ માંડવીયા

કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે દેશના જુદા જુદા ભાગોમાં રેમડેસિવિરની માંગમાં પણ મોટો વધારો નોધાયો હતો. 

Top Stories India
bhukh 5 રેમડેસિવિરના ઉત્પાદનમાં 10 ગણો વધારો : મનસુખ માંડવીયા

કોરોના વાયરસ સામેની જંગમાં રેમડેસિવિર અકસીર હથિયાર સાબિત થયું છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં તેની ભારે કાળાબજારી જોવા મળીહતી. પરંતુ હવે જો ત્રીજી લહેર આવે છે તો દેશમાં આ ઇન્જેકશનની તંગી જોવા મળશે નહી. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, શનિવારે કોરોનાની બીજી  લહેરમાં રેમડેસિવિરની માંગમાં વધારો થયો હતો તેને જોતા એક રાહત ભર્યા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં રેમડેસિવિર ઇંજેક્શનનું ઉત્પાદન 10 ગણા સુધી વધ્યું છે. હકીકતમાં, કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે દેશના જુદા જુદા ભાગોમાં રેમડેસિવિરની માંગમાં પણ મોટો વધારો નોધાયો હતો.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કર્યું છે કે રેમડેસિવિરના ઉત્પાદનમાં એક મહિનામાં 10 ગણો વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે એપ્રિલમાં, જ્યાં 10 મિલિયન રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં મે મહિનામાં તેની સંખ્યા 1 કરોડ પર પહોંચી ગઈ છે. તેમણે ટ્વિટ કર્યું, ‘હું તમને બધાને આ જાણકારી આપતા  ખુશ અને સંતુષ્ટ છું કે રેમડેસિવિરનું ઉત્પાદન દસગણું વધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ આજે એક જ દિવસમાં 350,000 શીશીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે 11 એપ્રિલ 2021 માં આ સંખ્યા 33,000 હતી. ‘

તેમણે વધુમાં કહ્યું કે અમે એક મહિનામાં રેમડેસિવિર નું ઉત્પાદન કરતા કાર્યકારી યુનિટની સંખ્યા પણ 20 થી વધારીને 60 કરી દીધી છે. હવે દેશમાં પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર ઇન્જેક્શન છે કારણ કે હવે માંગ કરતાં સપ્લાય વધુ છે. તેથી, અમે રાજ્યોમાં રીમાડેસિવીરનું કેન્દ્રિય ફાળવણી બંધ કરવાનું નક્કી કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, જોકે મેં રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી અને સીડીએસકો ભારતને દેશમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા પર સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. ભારત સરકારે પણ કટોકટીની જરૂરિયાતો માટે વ્યૂહાત્મક સ્ટોક તરીકે જાળવવા માટે રેમડેસિવિરની 5 મિલિયન શીશીઓ ખરીદવાનું નક્કી કર્યું છે.