Death threat to Nitin Gadkari/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ઓળખાયો,આ ગેંગસ્ટેર આપી હતી ધમકી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી,એકવાર નહીં 3 વાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી

Top Stories India
Death threat to Nitin Gadkari

Death threat to Nitin Gadkari :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી,એકવાર નહીં 3 વાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી  અનુસંધાનમાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે સઘન તપાસ હાથ ધરતા ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.ધમકીભર્યા કોલના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાગપુર પોલીસે શનિવારે મોટો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું કે ફોન કરનારની ઓળખ જેલમાં બંધ ગુનેગાર અને ગેંગસ્ટર જયેશ કાંતા તરીકે કરવામાં આવી છે, જે બેલાગવી (કર્ણાટક) જેલમાં પોતાની સજા કાપી રહ્યો છે. તેણે જેલની અંદરથી જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં ધમકીભર્યા ફોન કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને  જેલમાંથી ધમકી આપવામાં (Death threat to Nitin Gadkari) આવી રહી છે. ફોન કરનાર કુખ્યાત ગેંગસ્ટર અને હત્યાનો આરોપી જયેશ કાંથા છે, જે કર્ણાટકની બેલાગવી જેલમાં બંધ છે. નાગપુરના પોલીસ કમિશનરે જણાવ્યું કે તેણે જેલની અંદર ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કર્યો અને ગડકરીને તેની ઓફિસમાં ફોન કરીને ધમકી આપી. નાગપુર પોલીસની એક ટીમ વધુ તપાસ માટે બેલગાવી રવાના થઈ ગઈ છે.

બેલાગવી જેલ પ્રશાસને આરોપી પાસેથી એક ડાયરી જપ્ત કરી છે. નાગપુર પોલીસે આરોપીના પ્રોડક્શન રિમાન્ડની માંગણી કરી છે. નાગપુર પોલીસે કહ્યું કે આ મામલે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ કરવી જરૂરી છે. એટલા માટે અમે તેને મહારાષ્ટ્ર લઈ જઈશું.ઉલ્લેખનીય છે કે ધમકીભર્યા ફોન આવ્યા બાદ નાગપુર પોલીસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સુરક્ષા વધારી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીએસએનએલ નેટવર્કના રજિસ્ટર્ડ નંબર પરથી ગડકરીની ઓફિસના લેન્ડલાઈન નંબર પર સવારે 11.25, 11.32 અને 12.32 કલાકે ત્રણ કોલ આવ્યા હતા. કોલ રેકોર્ડ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાહુલ મદનેએ કહ્યું કે મંત્રી ગડકરીના કાર્યક્રમના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્રણ ફોન કોલ્સ આવ્યા. અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમ CDR (કોલ ડિટેલ રેકોર્ડ) પર કામ કરશે. વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે

Alert!/જોશીમઠ બાદ હવે અમદાવાદ સહિત આ દરિયાઇ વિસ્તાર પર ખતરો,ISROના અહેવાલમાં એલર્ટની ચેતવણી