Not Set/ અમદાવાદ: વટવામાંથી ઝડપાયું કોલ સેન્ટર, 6 ગાઠીયાઓની ધરપકડ

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીનું સાધન બની ગયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરોને બંધ કરાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસથી બચવા માટે આવી છેતરપિંડી કરનારાઓ નવા નવા રસ્તાઓ શોધી લેતા હોય છે. આ ગઠિયાઓએ હવે નાના કોલ સેન્ટર શરુ કરી છેતરપિંડી કરી રહ્યા છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી આવું જ એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં […]

Top Stories Ahmedabad Gujarat

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીનું સાધન બની ગયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરોને બંધ કરાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસથી બચવા માટે આવી છેતરપિંડી કરનારાઓ નવા નવા રસ્તાઓ શોધી લેતા હોય છે.

આ ગઠિયાઓએ હવે નાના કોલ સેન્ટર શરુ કરી છેતરપિંડી કરી રહ્યા છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી આવું જ એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, વટવા વિસ્તારમાં ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. તેઓ અમેરિકન નાગરિકો ને લોન આપવાની લાલચ આપી, જુદી-જુદી ફીઓ જેવી કે, વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી તેમજ અનેક લાલચો આપીને પૈસા પડાવતા હતા.

પોલીસે 6 યુવકોની ધરપકડ કરી હતી. અને 6 લેપટોપ, 6 મોબાઈલ, 6 રાઉન્ડ અને 6 મેજીક જેક જપ્ત કર્યા છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.