અમદાવાદઃ ગુજરાતની જાણીતી કંપની કેડિલા ફાર્માના માલિક ડો. રાજીવ મોદી બલ્ગેરિયાની યુવતીના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી છે. આ આરોપની ચાલતી પોલીસ તપાસમાં પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મ હાઉસના સિક્યોરિટી ગાર્ડ, સફાઈ કર્મચારી સહિત કંપનીના 40 કર્મચારીના નિવેદન લીધા છે.
બલ્ગેરિયાની યુવતીની ફરિયાદના લીધે રાજીવ મોદી વિદેશ ભાગી ગયા છે. પોલીસે તેમના ફાર્મહાઉસ ખાતેની દીવાલ પર નોટિસ પાઠવી દીધી છે. રાજીવ મોદી પીએ તરીકે કામ કરતી બલ્ગેરિયન યુવતીને ફાર્મહાઉસ ખાતે લઈ જતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. યુવતીએ આ અંગે રાજીવ મોદી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બલ્ગેરિયન યુવતીની ફરિયાદની ખબર પડવાની સાથે જ રાજીવ મોદી વિદેશ ભાગી ગયા હતા અને આમ પોલીસના હાથમાં આવ્યા ન હતા. આ કેસની તપાસ માટે અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયાની અધ્યક્ષતામાં સીટની રચના પણ કરવામાં આવી છે. આના પગલે આગામી સમયમાં રાજીવ મોદીને વિદેશથી લાવવા માટે ઇન્ટર પોલની પણ મદદ લેવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ટર પોલની મદદ લેવામાં આવે તો રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આરોપી સામેના પુરાવા એકત્રિત કરી રહી છે. આ સિવાય રાજીવ મોદીને આ ગુનામાં મદદ કરનારા લોકોને પણ પોલીસ શોધી રહી છે. તેથી ગુનાના મદદગારોને પણ આગામી સમયમાં પકડી લેવાનો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ