Gujarat Election/ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂ સામે ભાજપે આ મામલે નોંધાવી ફરિયાદ,જાણો

કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂના વિવાદાસ્પદ નિવેદન મામલે ભાજપે  ચૂંટણી પંચ સામે ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
ભાજપે
  • ઇન્દ્રનીલ રાજગુરુ સામે ભાજપે નોંધાવી ફરિયાદ
  • ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
  • કોંગ્રેસના નેતા છે ઇન્દ્રનીલ રાજગુરુ
  • ઇન્દ્રનીલ રાજગુરુ છે રાજકોટ પૂર્વના ઉમેદવાર
  • ધાર્મિક તુષ્ટિકરણ કરવાનો આક્ષેપ કરી ફરિયાદ
  • જંગલેશ્વર વિસ્તારમાં જાહેર સભા ગજવી હતી
  • અલ્લાહ હુ અકબર અને મહાદેવના નારા લગાવ્યા હતા
  • ચૂંટણી પંચ ઇન્દ્રનીલ રાજગુરુ જવાબ માંગશે
  • જવાબ સંતોષકારક નહીં હોય તો કાર્યવાહી થશે

કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂના વિવાદાસ્પદ નિવેદન મામલે ભાજપે  ચૂંટણી પંચ સામે ફરિયાદ નોંધાવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ રહ્યા છે,ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર માટે કામે લાગી ગઇ છે, નેતાઓની વાણી વિલાસ પણ ચર્ચામાં આવી છે. કોગ્રેસના આ દિગ્ગજ નેતા રાજકોટ પૂર્વની બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે તેઓ ધાર્મિક તુષ્ટીકરણની નીતિ કરી રહ્યા છે. જેના લીધે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે સોમનાથમાં અલ્લાહ અને અજમેર શરીફમાં મહાદેવ વસે છે. જે બાદ ફરી એકવાર ગુજરાતની ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો સામે આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે જ્યારે પણ તે બંને જગ્યા માટે બસમાં બેસે છે ત્યારે તેને સમાન ખુશી મળે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતાએ સ્ટેજ પરથી જ અલ્લાહ-હુ-અકબરના નારા પણ લગાવ્યા હતા.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગરૂએ  રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સભા સંબોધી હતી,આ ધાર્મિક તુષ્ટિકરણની નીતિને લઇનવે ભાજપે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. જો તેમનો જવાબ ચૂંટણીપંચ સમક્ષ યોગ્ય નબી હોય તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

Gujarat Assembly Election 2022/ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મદદગાર બન્યા યોગી આદિત્યનાથ, શું ચલાવી શકશે

Gujarat Election/આજે ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જાહેર સભા સંબોધશે

અકસ્માત/પંજાબમાં ટ્રેનની અડફેટમાં 3 બાળકોના મોત એકની હાલત ગંભીર