Not Set/ સુરત: 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી પરપ્રાંતીયએ કર્યું દુષ્કર્મ

અમરોલી વિસ્તારમાં ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ બાળકી ઘરે આવી સમગ્ર મામલે માતાને કરી જાણ આરોપી ઘર નજીકથી જતા બાળકી ઓળખી ગઈ હતી માતાએ બુમાબુમ કરતા લોકોએ આરોપીને ઝડપી પાડ્યો સુરતના અમરોલી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી સાથે ચોક્લેટની લાલચ આપીને પરપ્રાંતીય પાડોશી નરાધમ દ્વારા દુષ્કર્મ કરવામાં અવ્યુ છે. આ પરપ્રાંતીય નરાધમની અમરોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં […]

Gujarat Surat
thandi સુરત: 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી પરપ્રાંતીયએ કર્યું દુષ્કર્મ

અમરોલી વિસ્તારમાં ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ

બાળકી ઘરે આવી સમગ્ર મામલે માતાને કરી જાણ

આરોપી ઘર નજીકથી જતા બાળકી ઓળખી ગઈ હતી

માતાએ બુમાબુમ કરતા લોકોએ આરોપીને ઝડપી પાડ્યો

સુરતના અમરોલી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી સાથે ચોક્લેટની લાલચ આપીને પરપ્રાંતીય પાડોશી નરાધમ દ્વારા દુષ્કર્મ કરવામાં અવ્યુ છે. આ પરપ્રાંતીય નરાધમની અમરોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી વિસ્તારમાં આવેલા રઘુવીર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે નજીકમાં રહેતા પરપ્રાંતીય માનું તૈલી નામે નરાધમે ચોકલેટની લાલચ આપીને ફોસલાવી પોતાની પાસે બોલાવી હતી. ચોકલેટની લાલચે બાળકી તેની  પાસે જતા તે બાળકીને ફોસલાવીને અવાવરું જગ્યાએ લઇ જઈને  બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. સાથે બાળકી ને ધમકી પણ આપી હતી કે આ વાત કોઈ ને કરવા ની નહી.

આ વાતથી બાળકી ખુબ જ ગભરાઈ ગઈ હતી. અને ગુમસુમ બની ગઈ હતી. તેથી તેની માતાને તેણીને પ્રેમથી પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ રડતી આંખે સમગ્ર હકીકત માતાને જણાવી હતી.

અને ઘર પાસે થી આરોપી પસાર થતા માતાને આરોપીને ઓળખી બતાવ્યો હતો.  અને કહ્યું હતું કે ‘આ અંકલે ખોટું કામ કર્યું હતું.’

જેથી બાળકીની માતાએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. અને નરાધમ મનુ તૈલીને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. બાળકીની માતાએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બાળકીની માતાની ફરિયાદનાં આધારે આરોપીની ધરપકડ કરી હતી. આ યુવક અને બાળકીના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.