રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે બદતર થતી જાય છે. સતત હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોની ચિચિયારીઓ સાંભળવા મળે છે. રોજ લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. આ દોર યથાવત રહ્યો છે. 24 કલાકમાં 73 દર્દીના મોત થયા છે. આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 77 દર્દીના મોતમાં 11 દર્દીના કોવિડમાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 28823 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4910 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં નવા 280 કેસ નોંધાયા છે.
આજ બપોરે 12 સુધીમાં કોરોનાના કેસનો આંકડો 280
તા. 21/04/2021 ના કુલ ટેસ્ટ :- 12635, કુલ પોઝિટિવ 397, પોઝિટીવ રેઈટ 3.14 %,કુલ ડીસ્ચાર્જ 516
આજે તા. 22/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ 280, કુલ પોઝિટિવ કેસ 28823, કુલ ડિસ્ચાર્જ 23500, રિકવરી રેઈટ 82.3%,આજ સુધીમાં કુલ ટેસ્ટ 90,0471,પોઝિટિવિટી રેઈટ 3.20 %
BRTSમાં ડેડીકેટ બસ લેનમાં ઓક્સિજન વિના અવરોધ આવ-જા કરી શકાશે
રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ મહાનગરપાલિકાની થયેલી સુચનાનુસાર તમામ હોસ્પિટલની તત્કાલ ઉપસ્થિત થતી ઓક્સિજનની જરૂરીયાત અન્વયે ઓક્સિજન ગેસ ઉત્પાદક, સપ્લાયર અથવા વિક્રેતાના ઓક્સિજન વ્હીકલ ગોંડલ ચોકથી માધાપર ચોક સુધી બી.આર.ટી.એસ. ડેડીકેટેડ બસ લેનનો ઉપયોગ ઉક્ત નિયત થયેલ જાહેર સેવાને અનુલક્ષીને કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લી. દ્વારા બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરની જાહેર જનતાને જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
એક મિનિટમાં 17થી 35 લિટર ઓક્સિજનની જરૂરિયાત
ખાનગી અને સિવિલમાં બધા બેડ ફૂલ હોવાથી જે લોકો હોમ આઈસોલેટેડ હોય એવા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પુરા પાડી શકાતા નથી. જે લોકો હોમ ક્વોરન્ટીન છે એવા 500 લોકો રોજ ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે આવે છે. જો એ બધાને આપીએ તો હોસ્પિટલમાં સપ્લાય પુરી ન પાડી શકીએ. તેથી એ બધાને ના પાડવી પડે છે. એક દર્દી જો તે વેન્ટિલેટર પર હોય તો તેને એક મિનિટમાં 17થી 35 લિટર ઓક્સિજનની જરૂર પડે છે. અને સામાન્ય દર્દી હોય તો તેને એક મિનિટમાં 2થી 8 લિટર ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે.
એસટી ડેપો પર કોરોનાનો આતંક યથાવત, નવા 40 સંક્રમિત
રાજકોટના એસટીની કોરોના એ પથારી ફેરવી નાખી છે. કોરોનાના કારણે રાજકોટ એસટી આવકમાં 70 ટકા ગાબડું પડયું છે. આ ઉપરાંત એક પછી એક મુસાફરોને કોરોના જ ઝપેટમાં લઈ રહ્યો છે. આજે સવારથી કોર્પોરેશનની તેને મુસાફરોના ટેસ્ટિંગ માટે ધોસ બોલાવી હતી. કુલ 180 મુસાફરોનું ટેસ્ટિંગ કરતા 40 કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, તે તમામને હાલ હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. એસ.ટી.તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર જાળવી રાખવા અને માસ ફરજિયાત પહેરવા તથા હાથને તેને ટાઇટ કરવા માટે અપીલ કરવામાં આવી છે.