Covid-19/ વિશ્વમાં 48 લાખથી વધુ લોકોનાં થયા મોત, દેશમાં આ આંકડો પહોંચ્યો 4.50 લાખ નજીક

કોરોના મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 48.0 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.29 અબજથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

Top Stories Trending
11 39 વિશ્વમાં 48 લાખથી વધુ લોકોનાં થયા મોત, દેશમાં આ આંકડો પહોંચ્યો 4.50 લાખ નજીક

કોરોના મહામારીનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં યથાવત છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દરમિયાન, કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને હવે 23.48 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 48.0 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.29 અબજથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. વળી ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – ભાવ વધારો / ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીકરણની ગણતરી અનુક્રમે 234,893,686, 4,801,271 અને 6,298,091,423 છે. CSSE અનુસાર અમેરિકા વિશ્વમાં સૌથી વધુ કેસ અને મોત અનુક્રમે 43,682,974 અને 701,169 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વળી જો ભારતની વાત કરવામાં આવે તો અહી કોરોનાનાં કેસોનો ગ્રાફ સતત નીચે આવવા લાગ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 20,799 કેસ નોંધાયા છે. આ સાથે, એક્ટિવ કેસ પણ છેલ્લા 200 દિવસમાં સૌથી ઓછો 2,64,458 છે. કોરોનાનાં કેસો ઘટતા જણાય છે, ત્યારે નિષ્ણાતો આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની ચેતવણી પણ આપી રહ્યા છે. માર્ચ 2020 પછી દેશનો રિકવરી રેટ સૌથી વધુ છે. હાલમાં કોરોનાનો રિકવરી રેટ 97.89 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 26,718 લોકો કોરોનાથી ઠીક થયા છે. જે બાદ દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા 3,31,21,247 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનાં કારણે લોકોએ જીવન જરૂરિયાત વસ્તુઓ પર મુક્યો કાપ

આ સાથે, પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.63 ટકા છે. છેલ્લા 101 દિવસથી તે 3 ટકાથી પણ ઓછો રહ્યો છે. બીજી બાજુ, જો આપણે દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો તે છેલ્લા 35 દિવસથી 3 ટકાથી નીચે છે. હાલમાં તે 2.10 ટકા છે. વળી, સરકાર દેશવાસીઓને કોરોનાથી બચાવવા માટે સતત રસીકરણ અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 90.79 કરોડ વેક્સિન આપવામાં આવી છે. આ ઉપરાંત, કોરોના કેસોની ઓળખ માટે ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 57 કરોડ 42 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.