Not Set/ ડેપોમાંથી ગુજરાત એસટીની બસ લઈને ભાગ્યો શખ્સ….પછી શું થયું અહીં જાણો

ખેડા જિલ્લાના નડિયાદથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. નડિયાદમાં એક શખ્સ ગુજરાત એસટીની બસ લઈને ફરાર થઇ જતા નડિયાદ એસટી ડેપોમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે નડિયાદ બસ સ્ટેન્ડમાં પડી રહેલી એક એસટી બસ લઈને એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આ વ્યક્તિએ શહેરમાં આડેધડ બસ હંકારવા માંડી હતી. શહેરના લોકો તેમજ […]

Top Stories Gujarat
ST Bust Theft 5 ડેપોમાંથી ગુજરાત એસટીની બસ લઈને ભાગ્યો શખ્સ....પછી શું થયું અહીં જાણો

ખેડા જિલ્લાના નડિયાદથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. નડિયાદમાં એક શખ્સ ગુજરાત એસટીની બસ લઈને ફરાર થઇ જતા નડિયાદ એસટી ડેપોમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે નડિયાદ બસ સ્ટેન્ડમાં પડી રહેલી એક એસટી બસ લઈને એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આ વ્યક્તિએ શહેરમાં આડેધડ બસ હંકારવા માંડી હતી. શહેરના લોકો તેમજ તંત્રના ધ્યાને આ વાત આવતા, દોડાદોડી મચી જવા પામી હતી.

ST Bust Theft 3 e1536739246899 ડેપોમાંથી ગુજરાત એસટીની બસ લઈને ભાગ્યો શખ્સ....પછી શું થયું અહીં જાણો

ગુજરાત એસટીની બસ લઈને ભાગી રેહેલો આ શખ્સ બસ સાથે મિશન રોડ પર આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં ઘુસી ગયો હતો. ચર્ચની દીવાલ સાથે બસ અથડાતા, દીવાલ તૂટી ગઈ હતી. આ ઉપરાંત બસ ચાલકે રોડ પર અને વસ્તુઓને અડફેટે લીધી હતી.

જોકે, લોકોએ બસ લઈને ઉત્પાત મચાવતા શખ્સને પકડી પડ્યો હતો. અને પોલીસને સોંપણી કરવામાં આવી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દારૂના નશામાં આ શખ્શે આવું કૃત્ય કર્યું હશે.

ST Bust Theft 1 e1536739273517 ડેપોમાંથી ગુજરાત એસટીની બસ લઈને ભાગ્યો શખ્સ....પછી શું થયું અહીં જાણો

જોકે, શખ્સની પુછપરછ કરતા, તેણે જણાવ્યું કે, ચાવી બસમાં જ હોવાથી તે બસ લઈને ભાગી ગયો હતો. તેમજ તેણે ડેપોમાંથી બસ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.