Not Set/ નડિયાદ પાસેના આ ગામમાં લાગ્યું ૩૧ મે સુધીનું સ્વેછીક લોકડાઉન

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને નડિયાદના પીજ ગામમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ગામના તમામ નાગરિકો, દુકાનદારો અને વેપારીઓની સહમતીથી આજથી તારીખ 31 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં બપોરે 12.00 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. આમ, ખેડા જિલ્લાના ગામડાઓમાં વકરી રહેલા […]

Gujarat
lokdown નડિયાદ પાસેના આ ગામમાં લાગ્યું ૩૧ મે સુધીનું સ્વેછીક લોકડાઉન

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને નડિયાદના પીજ ગામમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ગામના તમામ નાગરિકો, દુકાનદારો અને વેપારીઓની સહમતીથી આજથી તારીખ 31 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં બપોરે 12.00 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. આમ, ખેડા જિલ્લાના ગામડાઓમાં વકરી રહેલા કોરોના સંક્રમણને ડામવા માટે કેટલાંક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, ત્યારે તેની પર બ્રેક લગાવવામાં માટે લોકડાઉન જરૂરી બન્યું છે. જેના પગલે પીજ ગામમાં ફરી એકવાર લોકહિતને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.