Not Set/ જલારામ જયંતિ નિમિત્તે આઠ ફૂટના રોટલાનો નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મોરબી, મોરબીમાં જલારામ જયંતિ નિમિત્તે આઠ ફૂટનો રોટલો ઘનશ્યામ પૂજારા સહિતની ટીમે બનાવ્યો છે મોરબીમાં બનાવેલા આ રોટલાની વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં નોંધાણી થઈ છે. જ્યારે રોટલાાને વર્લ્ડ ઓફ રેકોર્ડનું સ્થાન મળ્યુ ત્યારે જય જલારામના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતું. સંત શિરોમણી જલારામ બાબાની જન્મ જયંતિ નિમિત્તે મોરબીમાં આ સાથે જલારામ મંદિરથી શોભાયાત્રા પણ નીકળી […]

Gujarat Others Trending Videos
mantavya 1 119 જલારામ જયંતિ નિમિત્તે આઠ ફૂટના રોટલાનો નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મોરબી,

મોરબીમાં જલારામ જયંતિ નિમિત્તે આઠ ફૂટનો રોટલો ઘનશ્યામ પૂજારા સહિતની ટીમે બનાવ્યો છે મોરબીમાં બનાવેલા આ રોટલાની વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં નોંધાણી થઈ છે.

જ્યારે રોટલાાને વર્લ્ડ ઓફ રેકોર્ડનું સ્થાન મળ્યુ ત્યારે જય જલારામના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતું. સંત શિરોમણી જલારામ બાબાની જન્મ જયંતિ નિમિત્તે મોરબીમાં આ સાથે જલારામ મંદિરથી શોભાયાત્રા પણ નીકળી હતી.

ત્યારબાદ નગર દરવાજા ચોકમાં સમારોહ પણ યોજાયો હતો.જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ ના પ્રમુખ પવનભાઈ સોલંકી, ઉપસ્થિત રહ્યા હતાં.

તેમજ બબલુ મીરાણી, ઘનશ્યામ પુજારા, ગિરીશ ઘેલાણી અને મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સૌની હાજરીમાં ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ ના પ્રમુખ પવન સોલંકી એ આ રોટલો બનાવનાર ઘનશ્યામભાઈ પૂજારા તથા તેમની ટીમને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.