- રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું
- અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રી
- ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
- ઉ.ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં થઇ શકે છે વધારો
- આગમી દિવસોમાં શીતલહેર ની સંભાવના
- વડોદરા 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું
- રાજકોટ 19.2ડિગ્રી તાપમાન નોંધાયું
- સુરત 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું
- નલિયા 17 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ધીમે ધીમે હવે ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે શિયાળાની ઋતુમાં ગઇ કાલે એટલે કે મંગળવારનાં રોજ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભર્યા વાતાવરણ ને કારણે વહેલી સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી હતી.
આ પણ વાંચો – સુરેન્દ્રનગર SOG પોલિસનું સરપ્રાઇઝ ચેકીંગ / ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની બેરેકમાંથી મળી આવ્યા
આપને જણાવી દઇએ કે, ગઇ કાલે સાંજથી જ ઠંડીમાં ઘટાડો અનુભવાયો હતો. આજે રાજ્યભરમાં ઠંડી ઓછી અનુભવાઇ હતી. અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 19.2 ડિગ્રી, સુરતમાં 16.6 ડિગ્રી અે નલિયામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જો કે ઠંડી ઘટી ભલે હોય પરંતુ આગામી દિવસોમાં તેમા વધારો થયા તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેનુ કારણ ઉત્તર ભારતમાં સતત પડી રહેલી હિમવર્ષા કહેવામાં આવી રહ્યુ છે. હિમવર્ષાનાં કારણે રાજ્યમાં શીતલહેરની સંભાવના છે. આ પહેલા મંગળવારે ગાઢ ધુમ્મસનાં કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારત માં પડેલા હિમવર્ષાને પગલે ગુજરાત રાજ્ય અને અમદાવાદમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં શીતલહેરનું જોર વધે અને લોકો કાતિલ ઠંડીનો અહેસાસ કરે તેવી શકયતા વર્તાઈ રહી છે. જેના કારણે ચાલુ વર્ષનાં શિયાળામાં આગામી સમયમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થાય તેવું હવામાન વિભાગનું માનવું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…