Not Set/ #INDvAUS : ત્રીજી ટેસ્ટમાં ભારતે ૧૩૭ રને મેળવી ઐતિહાસિક જીત, મેલબર્નમાં સમાપ્ત થયો ૩૭ વર્ષનો દુકાળ

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રને વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ હાંસલ […]

Top Stories Trending Sports

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રને વિજય હાંસલ કર્યો હતો.

આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ હાંસલ કરી છે. આ મેચમાં પોતાની બોલિંગ દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતે પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ ભારતીય ટીમના બોલરોએ બોલિંગમાં પણ વળતો પ્રહાર કર્યો હતો અને માત્ર ૧૫૧ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

જો કે ત્યારબાદ ભારતીય ટીમે યજમાન ટીમને ફોલોન આપવાનું ટાળ્યું છે. ત્યારબાદ ભારતે પોતાની બીજી ઇનિંગ્સ ૮ વિકેટના નુકશાને ૧૦૬ રન પર ડિક્લેર કરી હતી અને ઓસ્ટ્રેલિયાને ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે કાંગારું ટીમ ૨૬૧ રનમાં સમેટાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર બેટ્સમેન હેરિસ ૧૩ રન, ફિન્ચ ૩ રન, ઉસ્માન ખ્વાજા ૩૩ રન, શોન માર્શ ૪૪ રન, ટ્રેવિસ હેડ ૩૪ રન અને મિચેલ માર્શ ૧૦ રન બનાવી આઉટ થયા હતા, જયારે પેટ કમિન્સે સૌથી વધુ ૬૩ રન બનાવ્યા હતા.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને લર જાડેજાએ ૩-૩ વિકેટ તેમજ ઇશાંત શર્મા અને મોહમ્મદ શામીએ ૨-૨ વિકેટ ઝડપી છે.

ઓપનર બેટ્સમેન હનુમાન વિહારી ૧૩ રન, રોહિત શર્મા ૪ રન, પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં ભેગા થયા છે. જયારે હાલમાં મયંક અગ્રવાલ ૨૮ રન અને પંત ૬ રને રમતમાં છે. આ સાથે જ ભારતની લીડ ૩૪૬ રન સુધી પહોચી છે.

ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ધાતક બોલિંગ (૩૩/૬) સામે કાંગારું બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારતા માત્ર ઓસ્ટ્રેલિયા માત્ર ૧૫૧ રનમાં જ ઓલઆઉટ થઇ ગયું છે. યજમાન ટીમ તરફથી માત્ર કેપ્ટન ટીમ પેન અને હેરિસે સૌથી વધુ ૨૨ રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો ન હતો.

DveoamFX4AAoSvF #INDvAUS : ત્રીજી ટેસ્ટમાં ભારતે ૧૩૭ રને મેળવી ઐતિહાસિક જીત, મેલબર્નમાં સમાપ્ત થયો ૩૭ વર્ષનો દુકાળ
sports-indvaus-team-india-australia-third-test-live-update-day-3-melbourne

ભારત તરફથી બુમરાહે સૌથી વધુ ૬ વિકેટ પોતાના નામે કરી હતી, જયારે સ્પિન બોલર જાડેજાએ ૨ વિકેટ ઝડપી હતી.

ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૪૪૩

20171211090109 GettyImages 825867408 #INDvAUS : ત્રીજી ટેસ્ટમાં ભારતે ૧૩૭ રને મેળવી ઐતિહાસિક જીત, મેલબર્નમાં સમાપ્ત થયો ૩૭ વર્ષનો દુકાળ
sports-indvaus-team-india-australia-third-test-live-update-day-3-melbourne

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટના નુકશાને ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આ પહેલા ઓપનર મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ભારતની ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. બંને ઓપનરોએ પ્રથમ વિકેટની ભાગીદારી માટે ૪૦ રન જોડ્યા હતા. હનુમા વિહારી ૮ રન, મયંક અગ્રવાલ પર્દાપણ ટેસ્ટમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારતા ૭૬ રન બનાવીને આઉટ થયા હતા.

જયારે ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારતા ૧૦૬ રન અને કેપ્ટન વિરાટ કોહલીએ ૮૨ રન બનાવ્યા હતા. જયારે મિડલ બેટ્સમેન રોહિત શર્મા ૬૩ રને અણનમ રહ્યો હતો.

જો કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં વિના કોઈ નુકશાને ૮ રન બનાવ્યા છે.