અરેરાટી/ અરવલ્લીમાં ત્રિપલ અકસ્માત : મુસાફરો અકસ્માત અને આગમાં ભડથું

વાહનોનો કચ્ચરઘાણ એ રીતે થયો છે કે વાહનોમાંથી મૃતદેહ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા છે. કારણકે વાહનોના અથડામણ બાદ વાહનોમાં આગ લાગી હતી જેના કારણે વાહનમાં બેઠેલા લોકો ભડથું થઇ ગયા છે.

Top Stories Gujarat Others
અરવલ્લી

અરવલ્લીમાં એક બે નહિ પરંતુ ત્રણ ભારે વાહનો અથડાયા છે. અરવલ્લીના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે ટ્રક અને એક કાર અકસ્માત સર્જાતા વાહન ચાલકો અને સવારોમાંથી છ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે અને હાલ તપાસ ચાલી રહી છે. વાહનોનો કચ્ચરઘાણ એ રીતે થયો છે કે વાહનોમાંથી મૃતદેહ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા છે. કારણકે વાહનોના અથડામણ બાદ વાહનોમાં આગ લાગી હતી જેના કારણે વાહનમાં બેઠેલા લોકો ભડથું થઇ ગયા છે. હાલ આગના કારણે મોડા નડીયાદ હાઈવે બંધ કરાયો છે અને સવારથી ૧૦ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. હાલ પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોચી ચુક્યા છે અને આગને કાબુ કરવા સતત કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.ઘટના વિશે જણાવતા RTO અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ વાહન વચ્ચેની અકસ્માતમાં એક વાહનની અંદર એક્સપ્લોઝિવ કેમિકલના કારણે આગ લાગી હતી. જેમાં એક વાહનના ડ્રાઈવર કૂદી જતા બચી ગયા છે, જ્યારે સામેવાળા વાહનમાં ડ્રાઈવર અને કંડક્ટરમાંથી એકનું મૃત્યું થયું છે. હાલમાં ક્રેનથી વાહનને ખેંચીને આગ પર કન્ટ્રોલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

123

આ પણ વાંચો : સિદ્ધુએ પહેલી રાત્રે જેલમાં ભોજન ના કર્યું, માત્ર દવા લીધી