અરરરર/ સુરત રાધનપુર બસ ચાલકે ચાલુ બસે યુવતી પર નજર બગાડી : પોલીસ ફરિયાદ

સુરતથી રાધનપુર તરફ આ બસ જઈ રહી હતી ત્યારે બસ શંખેશ્વરથી સમી જવાના માર્ગ પર પહોંચી ત્યારે એસટી બસના ચાલકે યુવતી પાસે બેસીને તેનો દુપટ્ટો ખેંચીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

Top Stories Gujarat Surat
સુરત

એસટી વિભાગ માટે લાંછનરૂપ ઘટના સામે આવી છે. એસટી બસમાં એક યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરત થી રાધનપુર તરફ આ બસ જઈ રહી હતી ત્યારે બસ શંખેશ્વરથી સમી જવાના માર્ગ પર પહોંચી ત્યારે એસટી બસના ચાલકે યુવતી પાસે બેસીને તેનો દુપટ્ટો ખેંચીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. 22 વર્ષીય યુવતીએ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત

બનાવાની વિગત એવી હતી કે, સુરતથી રાધનપુર તરફ જતી બસ જ્યારે શંખેશ્વરથી સમી જવાના માર્ગે ગઈ ત્યારે બસ ચાલકે બસમાં બેઠેલી યુવતીનો દુપ્પટ્ટો ખેંચીને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલા તો છોકરી આ બાબતથી ડરી ગઈ હતી પરંતુ બાદમાં તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ એક આવો કિસ્સો બન્યો હતો. જેમાં અમદાવાદમાં આરટીઓથી મણીનગર જતી બીઆરટીએસ બસમાં એક મહિલાની હોમગાર્ડ જવાને છેડતી કરી હોવાની ઘટના સામે આવી હતી . બસમાં બેસેલા એક હોમગાર્ડ જવાન કે જેના પર આ છેડતીનો આરોપ હતો અને તે પીધેલી હાલતમાં હોવાનો પણ આરોપ હતો.આ હોમગાર્ડ જવાન પોતાની ફરજ ભૂલ્યો અને સરકારી તંત્રની મજાક ઉડાવી. આ હોમગાર્ડ જવાન પર આરોપ છે કે તેની બાજુમાં બેસેલી એક મહિલા સાથે તેણે અડપલા કર્યા હતા. ત્યારે બાજુમાં બેસેલો એક સજાગ નાગરિક આ દ્રશ્યો જોઈ લેતા તેણે આ હોમગાર્ડ જવાને પોતાના કેમેરામાં કેદ કર્યો. બાદમાં આ નાગરિકે હોમગાર્ડ જવાનનો વિરોધ કર્યો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.

સુરતમાં બસમાં છેડતી થઇ હોય એવો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ અનેક વખત બસમાં મુસાફરી કરતી સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરતી અને કતારગામમાં રહેતી યુવતીને બિભત્સ નજરે જોયા કરનાર સિટીલીંક બસના ડ્રાઇવરે પીઠ પર થપ્પો મારી માથું પકડી રાખી આજે તો તારૂ મોઢું જોવું જ છે એમ કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લીધી હતી. અને અશ્લીલ હરકત કરતા મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો. યુવતીએ હિંમત દર્શાવી પોલીસ ફરિયાદ દાખલ કરતા આખો મામલાઓ સામે આવ્યો હતો.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડા સાથે આજે નવા 2,259 કેસ,20 દર્દીઓના મોત