Not Set/ અમદાવાદ/ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોઝિટિવ આવે તો આ હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવશે

AMC કમિશનર વિજય નેહરાએ આજે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે અમદાવાદમાં LOCKDOWN 3.0 અંગેની તથા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અંગે વાત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે કોરોના વોરિયર્સ માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના પોઝિટિવ આવે તો 4 કે 5 સ્ટાર હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર […]

Ahmedabad Gujarat
4cd72252b569c2fbdf2bd8420358868d અમદાવાદ/ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોઝિટિવ આવે તો આ હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવશે
4cd72252b569c2fbdf2bd8420358868d અમદાવાદ/ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોઝિટિવ આવે તો આ હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવશે

AMC કમિશનર વિજય નેહરાએ આજે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે અમદાવાદમાં LOCKDOWN 3.0 અંગેની તથા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અંગે વાત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે કોરોના વોરિયર્સ માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના પોઝિટિવ આવે તો 4 કે 5 સ્ટાર હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે.

આજે સવારે નેહરાએ જાતે કેટલીક હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં ગોમતીપુરમાં આવેલી અલ અમીન હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય. જમાલપુરમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું. છીપા કોમ્યુનિટી સેન્ટરમાં 100 બેડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. બહેરામપુરામાં મોડેલ કોવિડ સેન્ટર શરૂ કરાશે. આ હોસ્પિટલમાં પણ તમામ દર્દીઓની સારવાર નિશુલ્ક કરવામાં આવશે.

કેટલાક વિસ્તારોમાં લોકડાઉનનું પાલન નથી થઈ રહ્યું. પાલન નથી થતું એવા વિસ્તારો રેડ ઝોનમાં આવ્યા.  બધા નાગરિકો એકસાથે લોકડાઉનનું પાલન કરો. 14 દિવસ લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. મેનાં અંત સુધીમાં વાયરસ નિયંત્રણમાં આવી જશે. લોકડાઉનનું પાલન થશે તો સંક્રમણ ઘટશે. 4469 સેનેટાઈઝ બોટલ વિતરણ કરાઈ. 27,182 માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સતત વધતા કોરોના વાયરસને લઇ જાહેરાત કરી હતી કે 1 મે થી શહેરમાં તમામ નાગરિકોએ માસ્ક અને સેનિટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિગ ફરજીયાત છે. જે વ્યક્તિ નિયમનું પાલન નહી કરે તેવા એકમ સામે 2 હજાર થી 50 હજાર સુધીનો દંડ વસુલ કરાશે. ગઈકાલથી આજ સવાર સુધી 7 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. આ દંડ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન ન કરનારા દુકાનદારોને કરવામાં આવ્યો છે.

લોકડાઉનમાં ત્રીજી મે પછી બે અઠવાડિયા લંબાવવામાં આવ્યું છે જેને લઈને 17 તારીખ સુધી લોકડાઉન લંબાશે. તેવામાં આજે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો જ્યાં સંપૂર્ણ પાલન થયું ત્યાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યાં જ્યાં લોકડાઉનનું પાલન નથી થયું ત્યાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે તો કેસોમાં ચોક્કસ ઘટાડો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.