ગાંધીનગર/ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો વધુ એક માનવીય અભિગમ

કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને ભારત પરત લાવવા મળી સફળતા

Gujarat Others
Untitled 245 2 ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો વધુ એક માનવીય અભિગમ

રાજ્યના નાગરિકોની સુખાકારી માટે અને એમના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા રાજ્ય સરકાર સંવેદનશીલ અભિગમ સાથે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી નાગરિકોને રાજ્યમાં અને રાજ્ય બહાર સતત મદદરૂપ બની રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ. વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને ભારત પરત લાવવા સફળતા મળી છે જે માટે પરિવારજનો એ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

ગૃહ અને એન.આર.જી મંત્રીના કાર્યાલયમાં તા.૧૯/૦૮/૨૦૨૩ના રોજ વોટેસ એપ મારફતે લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ. વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને લંડનથી ભારત ખાતે પરત લાવવા અગે ની રજુઆત મળી હતી તેને ધ્યાને લઈને ગૃહમંત્રી સંધવી એ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના પરામર્શમા રહીને તાત્કાલિક ધટતી કાર્યવાહી કરવા આવી હતી.

મંત્રીના એ અરજદારની રજુઆતને લંડન ખાતે આવેલ ભારતની હાઈ કમિશનરની કચેરીને ધટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવા જણાવ્યું હતું અને એન.આર.જી વિભાગ દ્વારા આ અંગે ભારતની હાઈ કમિશનરની કચેરી દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૩ના રોજ આ બાબતે ધટતી કાર્યવાહી માટે હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો હતો. ત્યારબાદ તા. ૨૮/૦૮/૨૦૨૩ના રોજ તેઓને પુન : સત્વરે ધટતુ કરવા આ કચેરી દ્વારા રીમાઇન્ડર ઇમેઇલ પાઠવવામાં આવ્યો હતો. અને તા.૩૦ તથા ૩૧ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ ડેપ્યુટી હાઇ કમિશ્નર સુજીત ઘોષ સાથે ટેલિફોનિક વાત પણ કરવામાં આવી હતી.

આ સંદર્ભે ભારતની હાઈ કમિશનરની કચેરીના તા.૩૦/૦૮/૨૦૨૩ના ઇ-મેઇલ થી લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ. વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને લંડનથી ભારત ખાતે પરત લાવવા માટે પરિવહન માટે તેઓએ એન.ઓ.સી.આપીને તમામ કામગીરી પૂર્ણ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પાસે શિવલિંગ જેવો ફુવારો લગાવવા પર હોબાળો, જ્ઞાનવાપી સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે વિવાદ?

આ પણ વાંચો:બેંગલુરુમાં ISRO વૈજ્ઞાનિક પર હુમલો, અધવચ્ચે જ રોકી કાર; જુઓ વીડિયો

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી, અમે અત્યારે કહી શકતા નથી કે તેને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે, કેન્દ્ર

આ પણ વાંચો: પૃથ્વીથી આટલા લાખ KM દૂર જઈને આદિત્ય-L1 કરશે સૂર્યની સ્ટડી