Not Set/ નવસારીમાં વરસાદી આફત,પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા વાયુસેનાના બે ચોપર કામે લાગ્યા

નવસારી, રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે.દક્ષિણ ગુજરાતમાં સુરતથી શરૂ કરીને વાપી સુધી ભારે વરસાદ પડ્યો છે.નવસારીમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદ પડવાથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અને અનેક લોકો ફસાયા છે.સતત વરસાદના કારણે નવસારીના ચીખલી, ગણદેવી સહિતના વિસ્તારોમાં ગામો બેટમાં ફેરવાયા છે. નવસારીથી 20 કિલોમીટર દૂર ગણદેવી […]

Top Stories Gujarat Others
arja 6 નવસારીમાં વરસાદી આફત,પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા વાયુસેનાના બે ચોપર કામે લાગ્યા

નવસારી,

રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે.દક્ષિણ ગુજરાતમાં સુરતથી શરૂ કરીને વાપી સુધી ભારે વરસાદ પડ્યો છે.નવસારીમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદ પડવાથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અને અનેક લોકો ફસાયા છે.સતત વરસાદના કારણે નવસારીના ચીખલી, ગણદેવી સહિતના વિસ્તારોમાં ગામો બેટમાં ફેરવાયા છે.

નવસારીથી 20 કિલોમીટર દૂર ગણદેવી તાલુકાના મેંદર ગામના 29 લોકો જિંગાના તળાવમાં કામ કરતા હતા ત્યારે ફસાયા હતા.છાતી સમા પાણીની વચ્ચે ફસાયેલા આ લોકોને બચાવવા માટે એરફોર્સના 2 હેલિકોપ્ટરથી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

 દક્ષિણ ગુજરાતની પુર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ નદીઓ બન્ને કાઠાની બહાર નીકળીને ધસમસતી વહી રહી છે.

પુર જેવી સ્થિતિના કારણે નદીના કિનારે આવેલા ગામો આફતની સ્થિતિનું નિર્માણ થયું છે.અહીં ફસાયેલા લોકોને બચાવવા માટે વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પણ 20થી વધુ પરિવારો ફસાયા છે. હવે આ પરિવારોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરાશે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ નવસારીમાંથી 300થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, 1000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.