Cricket/ ભારતના આ ખૂંખાર પ્લેયરની વાપસીથી ઓસ્ટ્રેલિયા ગભરાયું

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ડોમેસ્ટિક T20 સિરીઝ રમી રહી છે, પરંતુ હવે તમામની નજર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરીમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર છે. બંને ટીમો…

Top Stories Sports
IND vs AUS big Update

IND vs AUS big Update: ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ડોમેસ્ટિક T20 સિરીઝ રમી રહી છે, પરંતુ હવે તમામની નજર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરીમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર છે. બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. પરંતુ સિરીઝ પહેલા જ કાંગારુ ટીમ ધાકમાં છે, કારણ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. તે હાલમાં રણજી ટ્રોફી રમી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાનો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે જાડેજા લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતો, પરંતુ હવે તે પાછો ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા તે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરવા મેદાનમાં આવ્યો હતો અને આવતાની સાથે પોતાની ધાક બતાવી દીધી હતી. તમિલનાડુ સામેની રણજી ટ્રોફી મેચમાં રવિન્દ્ર જાડેજાએ કુલ 8 વિકેટ લીધી હતી અને બેટ વડે કેટલાક રન પણ કર્યા હતા. તેણે તમિલનાડુના મિડલ ઓર્ડરને વેરવિખેર કરીને માત્ર 17 ઓવરમાં 7 વિકેટ ઝડપી ત્યારે ધમાકો થયો હતો.

જણાવી દઈએ કે વર્ષ 2017 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તે સિરીઝમાં 25 વિકેટ લીધી હતી અને બેટ વડે બે અડધી સદી પણ ફટકારી હતી. હવે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય પ્રવાસ પર આવી રહી છે અને જાડેજા પણ વાપસી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ધાકમાં છે.

ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર

બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી

ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા

ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ

આ પણ વાંચો: Cricket/આ ખેલાડી બીજી T20માંથી થશે બહાર, ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં થયો ફ્લોપ