Not Set/ #DelhiAssemblyElection2020/ રાહુલ ગાંધીનાં બગડ્યા બોલ, કહ્યુ- 6 મહિના પછી PM મોદી બહાર નિકળી નહી શકે

દિલ્હીની ચૂંટણીની સિઝનમાં નેતાઓની જીભ સતત લપસી રહી છે. ખાસ કરીને ભાજપનાં નેતાઓએ ભાષાનાં સ્તરને ઘણુ નીચે લઇ ગયા છે. આ ચૂંટણીમાં દરરોજ, એકબીજાને નીચે બતાવવાની વાતો કરવામાં આવી રહી છે. ભાજપનાં નેતાઓમાં જાણે સ્પર્ધા ચાલી રહી હોય તેમ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. જો કે હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ […]

Top Stories Gujarat Assembly Election 2022 India
Rahul Gandhi vs PM Modi1 #DelhiAssemblyElection2020/ રાહુલ ગાંધીનાં બગડ્યા બોલ, કહ્યુ- 6 મહિના પછી PM મોદી બહાર નિકળી નહી શકે

દિલ્હીની ચૂંટણીની સિઝનમાં નેતાઓની જીભ સતત લપસી રહી છે. ખાસ કરીને ભાજપનાં નેતાઓએ ભાષાનાં સ્તરને ઘણુ નીચે લઇ ગયા છે. આ ચૂંટણીમાં દરરોજ, એકબીજાને નીચે બતાવવાની વાતો કરવામાં આવી રહી છે. ભાજપનાં નેતાઓમાં જાણે સ્પર્ધા ચાલી રહી હોય તેમ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. જો કે હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ સ્પર્ધામાં કૂદી ગયા છે.

રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા દિલ્હીની હૌજરાણીની જાહેર સભામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે, 6 મહિના પછી તે ઘરની બહાર નીકળી શકશે નહીં. ભારતનો યુવા તેને એવો ડંડો મારશે, તેમને સમજાવશે કે આ દેશ યુવાનોને રોજગાર આપ્યા વિના આગળ નહીં વધી શકે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોદી પોતાનો આખો સમય હિન્દુ-મુસ્લિમ-શીખ-ક્રિશ્ચિયનને વિભાજિત કરવામાં વિતાવે છે. સવારે ઉઠવાની સાથે જ તેઓ વિચારવા લાગે છે કે દેશને કેવી રીતે વહેંચી શકાય? તેઓ આસામ, પંજાબ, મહારાષ્ટ્રમાં દરેક જગ્યાએ લોકોને લડાવે છે અને દેશભક્ત હોવાનો દાવો કરે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આખું વિશ્વ કહી રહ્યું છે કે અમે અમારા નાણાં ભારતમાં રોકાણ કરવા માંગીએ છીએ, પરંતુ દેશમાં વધતી હિંસા અને નફરતને કારણે રોકાણકારો પીછેહઠ કરી રહ્યા છે. વેપારીઓએ તેમના નાણાં ચીનમાં મૂક્યા અને વાયરસ ત્યાં પહોંચી ગયો. તમામ ચીની ફેક્ટરીઓ બંધ છે. બીજી તરફ ચૂંટણી પંચે ભાજપનાં સાંસદ પરવેશ વર્મા પર વાંધાજનક ટિપ્પણી કરવા માટે 24 કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બુધવારે સાંજે 6 વાગ્યા થી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહ્યો હતો. પરેશ વર્માએ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી, તેથી ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. આ ચૂંટણીમાં બીજી વખત ચૂંટણી પંચે પરવેશ વર્મા પર આ કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.