Not Set/ આ હેર પેકનો ઉપયોગ કરી માત્ર 1 મહિનામાં જ વાળની દરેક સમસ્યાઓથી મેળવો છુટકારો

તમે તમારા વાળમાં દહીં લગાવવા વિશે કેટલી વાર સાંભળ્યું  હશે. ભલે તમે ડેન્ડ્રફથી પરેશાન હોવ કે પછી ખરતા વાળથી, દહીં દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વિટામિન અને મિનરલ્સનો અભાવ આપણા વાળમાં સમસ્યા પેદા કરે છે અને દહીં દરેક સમસ્યાઓથી છુકારો આપવામાં મદદ કરે છે. તમે ખૂબ જ આરામથી રાજાના દિવસે તમારા વાળમાં […]

Fashion & Beauty Lifestyle
Untitled 39 આ હેર પેકનો ઉપયોગ કરી માત્ર 1 મહિનામાં જ વાળની દરેક સમસ્યાઓથી મેળવો છુટકારો

તમે તમારા વાળમાં દહીં લગાવવા વિશે કેટલી વાર સાંભળ્યું  હશે. ભલે તમે ડેન્ડ્રફથી પરેશાન હોવ કે પછી ખરતા વાળથી, દહીં દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વિટામિન અને મિનરલ્સનો અભાવ આપણા વાળમાં સમસ્યા પેદા કરે છે અને દહીં દરેક સમસ્યાઓથી છુકારો આપવામાં મદદ કરે છે.

તમે ખૂબ જ આરામથી રાજાના દિવસે તમારા વાળમાં દહીંનો પેક બનાવી શકો છો. દહીં હેર પેક બનાવવું ખૂબ જ સરળ છે. આ પેકને નિયમિત વાળમાં લગાડવાથી, તમને તેનું પરિણામ 1 મહિનામાં મળશે. વાળની દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, ચાલો જાણી લો ઘરે કેવી રીતે દહીંથી વાળનો પેક બનવાની રીત…

 ડેન્ડ્રફ

ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા દહીં વધુ અસરકારક છે. વિટામિન બી અને વાળના પ્રોટીનથી ભરપૂર, દહીંના નિયમિત ઉપયોગથી તે મટાડી શકાય છે.

Image result for hair pack curd

સામગ્રી

દહીં

ઉપયોગ કરવાની રીત

તમારા વાળને ભીના કરી લો. અને તેમાંથી પાણી નીચોડી લો. તે પછી માથા પર દહીં લગાવો અને તેને 15-20 મિનિટ માટે લગાવી રાખો. તે પછી હળવા ગરમ પાણીથી વાળ ધોઈ લો.
હેયર ફોલ

મેથી અને દહીં બંનેમાં પ્રોટીન હોય છે. તે વાળને મજબૂત બનાવવામાં અને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે.

Image result for hair pack curd

સામગ્રી

1 કપ દહીં

1/2 કપ મેથીનો પાવડર

ઉપયોગ કરવાની રીત

પહેલાએક બાઉલમાં દહીં લો તેમાં મેથીનો પાઉડર નાખો અને બરાબર મિક્સ કરો. તેને તમારા માથા અને વાળ પર સારી રીતે લગાવો. તેને 10 મિનિટ માટે છોડી દો. બાદમાં તેને સારી રીતે ધોઈ લો.

રફ વાળ  

દહીંમાં જરૂરી વિટામિન હોય છે, ઈંડાની જર્દી વાળને મોઈશ્ચરાઈઝ કરવાની શક્તિ હોય છે જે વાળ તૂટતા અટકાવે છે.

Image result for hair pack curd

સામગ્રી

1 કપ દહીં

1 ઈંડાની જર્દી

ઉપયોગ કરવાની રીત

એક વાટકીમાં ઈંડાની જર્દીને અલગ કરો. તેમાં દહીં નાખીને સરળ પેસ્ટ બનાવીને તેને માથા પર લગાવો. તેને 20-25 મિનિટ માટે છોડી દો. તે પછી શેમ્પૂ કરો.

 હેર કન્ડિશનર

આ પેકમાં મધના ગુણો સમાવેલા છે જે વાળમાં રહેલા નમીને લોક કરીને  કન્ડિશનર કરવામાં મદદ કરે છે. તે વાળ ખરતા અને વાળ તૂટતા અટકાવવામાં મદદ કરે છે.

Image result for egg curd

સામગ્રી

1 કપ દહીં

2 ટીસ્પૂન મધ

ઉપયોગ કરવાની રીત

એક વાટકીમાં દહીં લો. તેમાં મધ ઉમેરો. તેને તમારા માથા ઉપરની ચામડી પર લગાવો અને થોડીવાર માટે તેને મસાજ કરો. તેને 20 મિનિટ માટે છોડી દો. પછી તમારા વાળમાં શેમ્પૂ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.