Not Set/ દિલ્હીની ચૂંટણી પૂર્ણ થતા જ શાહીન બાગ બનશે જલિયાવાલા બાગ : અસદુદ્દિન ઓવૈસી

દિલ્હીની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે, આજે આ ચૂંટણીને લઇને પ્રચારનો અંતિમ દિવસ છે જેને ધ્યાને લઇને દરેક પાર્ટી પોતાનુ પૂરુ જોર અપનાવી રહી છે. દિલ્હી ચૂંટણીને લઇને હવે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આગાહી કરી છે કે, 8 ફેબ્રુઆરી પછી શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શન જલિયાંવાલા બાગમાં ફેરવાઇ જશે. અસદુદ્દિન ઓવૈસીએ દાવો કર્યો હતો કે, મોદી […]

Top Stories Gujarat Assembly Election 2022
Owaisis દિલ્હીની ચૂંટણી પૂર્ણ થતા જ શાહીન બાગ બનશે જલિયાવાલા બાગ : અસદુદ્દિન ઓવૈસી

દિલ્હીની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે, આજે આ ચૂંટણીને લઇને પ્રચારનો અંતિમ દિવસ છે જેને ધ્યાને લઇને દરેક પાર્ટી પોતાનુ પૂરુ જોર અપનાવી રહી છે. દિલ્હી ચૂંટણીને લઇને હવે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આગાહી કરી છે કે, 8 ફેબ્રુઆરી પછી શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શન જલિયાંવાલા બાગમાં ફેરવાઇ જશે.

અસદુદ્દિન ઓવૈસીએ દાવો કર્યો હતો કે, મોદી સરકાર 8 ફેબ્રુઆરી પછી શાહીનબાગમાં 5૦ કરતા વધુ દિવસોથી નાગરિકતા સુધારો કાયદાનાં વિરોધ કરી રહેલા લોકો પર બળનો પ્રયોગ કરી શકે છે. એએનઆઈ સાથે ફોન પર વાત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, સરકાર તરફથી એવા સંકેત મળ્યા છે કે 8 ફેબ્રુઆરી બાદ શાહીનબાગને ખાલી કરાશે. ઓવૈસીને એ પણ આશંકા વર્ણવી કે ત્યા લોકો પર ગોળી ચલાવવામાં પણ આવી શકે છે. તેમણે સરકાર તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, તેઓ શાહીનબાગને જલિયાંવાલા બાગ બનાવી શકે છે, કારણ કે સરકારનાં એક મંત્રીએ જ ગોળી મારવાનું કહ્યું હતુ. સરકારે તેનો જવાબ આપવો જોઇએ કે કોણ કોને રેડિક્લાઇઝ કરી રહ્યુ છે.

એનપીઆર અને એનઆરસી પર વાત કરતા ઓવૈસીએ કહ્યું કે, સરકારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે, એનઆરસી 2024 સુધી લાગુ થશે નહીં. તેઓ શા માટે એનપીઆર પર 3900 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે જે સમજણથી પરે છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું ઇતિહાસનો વિદ્યાર્થી છું. ઓવૈસીએ કહ્યું, હિટલરે તેમના શાસનકાળ દરમિયાન બે વાર વસ્તી ગણતરી કરી હતી અને અંતે તેણે યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મૂકી દીધા હતા. હું નથી ઇચ્છતો કે આપણો દેશ પણ આ જ દિશામાં આગળ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.