in Rajkot/ કેન્દ્રીય મંત્રીના પૂતળા દહન કરવા બદલ 10 સામે ગુનો નોંધાયો

રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં શનિવારે રાત્રે કેન્દ્રીય મંત્રીના પૂતળા દહન કરવા બદલ રાજપૂત સમુદાયના 10 સભ્યો સામે બે અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી હતી. આ 10………

Gujarat Top Stories
Beginners guide to 2024 04 01T164919.855 કેન્દ્રીય મંત્રીના પૂતળા દહન કરવા બદલ 10 સામે ગુનો નોંધાયો

Rajkot News: લોકસભા ચૂંટણી માટે ભાજપના રાજકોટના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની રાજપૂત સમુદાય પર તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના ઘરે સુરક્ષા સઘન કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા ટીમમાં 10 પોલીસકર્મીઓ, ચાર સબ-ઇન્સ્પેક્ટર અને એક ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.

રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં શનિવારે રાત્રે કેન્દ્રીય મંત્રીના પૂતળા દહન કરવા બદલ રાજપૂત સમુદાયના 10 સભ્યો સામે બે અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી હતી. આ 10 સભ્યો પર ગેરકાયદેસર રીતે સભા કરવા અને જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલ જાહેર સૂચનાનું પણ ઉલ્લંઘન કરવા બદલ કેસ (FIR) નોંધવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી પર રાજરૂત સમુદાયના સભ્યો નારાજ થયા હતા. જે બદલ પરશોત્તમ રૂપાલાને ગયા અઠવાડિયે તેમની જાહેર સભા બે વખત રાજપૂત સમુદાયની માફી માંગી હતી.  પરંતુ નારાજ સમુદાયના સભ્યો હજુ પણ તેમનાથી નારાજ જોવા મળ્યા છે. ત્યારે રાજકોટમાં, શનિવારે રેલ નગરમાં રૂપાલાના પૂતળાનું દહન કરવા બદલ પ્રદ્યુમ્ન નગર પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમના પર ગેરકાયદેસર રીતે ભેગા થવા, જાહેર સેવક દ્વારા કરવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન, આગ દ્વારા તોફાન અને IPC હેઠળ કાવતરું તેમજ જાહેર સંપત્તિને નુકસાન અટકાવવાના કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.

જોકે, રાજપૂત સમુદાયના સભ્યોના વિરોધ અને રજૂઆતને પગલે રવિવારે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપો રદ કરવામાં આવ્યા હતા. પકડાયેલા લોકોમાં નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પરમાર અને નવલસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. ધરપકડ બાદ તરત જ તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો:ગાંધીનગરમાં જરૂરતમંદ લોકોને નજીવી કિંમતે મળશે ભોજન

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો