@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના પુણા વિસ્તારમાં ઈ મોપેડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો.વહેલી સવારે લાગેલી આ આગમા 19 જેટલા મોપેડ બળી ને ખાખ થઈ ગયા હતા.ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ કરી 60 જેટલા મોપેડ બચાવ્યા હતા.સદ નસીબે ઘટના માં કોઈ જાનહાની થઈ નહતી.
સુરતના પુણા વિસ્તાર માં ઈ મોપેડ ના ગોડાઉન માં ભીષણ આગ લાગી હતી..આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.વહેલી સવારે લાગેલી આગ મા 19 જેટલા ઈ મોપેડ સંપૂર્ણ પણે બળી ને ખાખ થઈ ગઈ હતી.મહત્વનું છે કે ઈ મોપેડ ના ગોડાઉન માં મોટી સંખ્યા માં ઈ મોપેડ મુકેલા હતા. જેમાં અમુક મોપેડ ને ચારજિંગ માં મુકવામાં આવ્યા હતા. તે દરમ્યાન વહેલી સવારે અચાનક જ ગોડાઉન માં ભીષણ આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી.
આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી.જેથી તાત્કાલિક ઘટના ની ગંભીરતાને લઈ 7 જેટલી ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયબર અને ટાયર સળગતા ધુમાડો ખૂબ જ ફેલાયો હતો જેના કારણે એ વાયર ના જવાનું ને ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુજાવાની કામગીરી કરવી પડી હતી જોકે ભાગ તાત્કાલિક ઘટનાને પહોંચતા મોટું નુકસાન થતા અટક્યું હતું મહત્વનું છે કે આ ગોડાઉનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ઈમોપેડ મુકેલા હતા વિભાગની તાત્કાલિક કામગીરીના પગલે 60 જેટલા આવતા બચી ગયા હતા.
આ ઘટનામાં 19 જેટલા એમોપેડ બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગવાનો ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી પરંતુ ચાર્જિંગ માં મુકેલા મોપેડ ના ના કારણે સર્કિટ થઈ હોય જેનાથી આગ પ્રસરી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનામાં આ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો
આ પણ વાંચો:સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી
આ પણ વાંચો:25 વર્ષ પહેલા નિર્દોષ છુટેલા વ્યક્તિને હાઈકોર્ટે પત્નીની હત્યા કેસમાં આપી આજીવન કેદની સજા