રાધનપુરમાં અવિરત મેઘમહેર/ રેફરલ હોસ્પિટલમાં પાણી ભરતા 500 થી વધુ દર્દીઓ પરેશાન, જાણો શું કહ્યું દર્દીના સગાઓએ

રાધનપુર વિસ્તારમાં 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ઠેર ઠેર ભરાયા પાણી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલા પાક જશે નુકસાન લીલો દુષ્કાળ પડવાની ભીતી ખેડૂતોમાં ચિંતા નો માહોલ સતત વરસી રહેલા વરસાદથી વાવેતર કરેલા પાકને નુકસાન થશે.

Top Stories Gujarat Others
રેફરલ હોસ્પિટલમાં

ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આવામાં રાધનપુરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા.જેના પગલે 500થી વધુ દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.રાધનપુર વિસ્તારમાં 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ઠેર ઠેર ભરાયા પાણી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલા પાક જશે નુકસાન લીલો દુષ્કાળ પડવાની ભીતી ખેડૂતોમાં ચિંતા નો માહોલ સતત વરસી રહેલા વરસાદથી વાવેતર કરેલા પાકને નુકસાન થશે.

વરસાદ પડતા હોસ્પિટલ જવાના મુખ્ય માર્ગ પર પાણી ઓછા થતા નથી. હોસ્પિટલના દરવાજા આગળ એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે પણ અધિકારીઓને આ પાણી દેખાતું નથી. પાલિકા દ્વારા પણ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી.

રાધનપુર રેફરલ હોસ્પિટલના પટાંગણમાં ઢીંચણ સમાં પાણી ભરાયા રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાતા પાણી માંથી પસાર થતા દર્દીના સગાઓ પરેશાન હજુ પણ રાધનપુર માં ધીમી ધારે વરસાદ ચાલુ. રાધનપુર મસાલી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ગઈ કાલે મહેસાણા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી મોરબીમાં 5.4 બેચરાજી, રાધનપુર, વિસનગર અને ઇડર સવા ચાર ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 24 ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો:આદિવાસી સમુદાયનું પ્રભુત્વ ધરાવતી દાંતા વિધાનસભા બેઠકનું સમીકરણ

આ પણ વાંચો: જૂનાગઢમાં લંમ્પી વાયરસથી 9 ગાયોના મોત થતા ખળભળાટ

આ પણ વાંચો:રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ