Not Set/ ‘હું તો રોજ દારૂ પીવું જ છુ’ – મધુ શ્રીવાસ્તવ એટલે વિવાદનું ઘર…!!

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડયિના નજીકનાં ગણાતા પોરબંદરના રાજુ મેર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ગાંધીના ગુજરાતના આ બંને રાજકીય આગેવાન ખુલ્લેઆમ દારુ પીધાનો સ્વીકાર કરી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને રાજુ મેર  વચ્ચેની વાઈરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં ભાજપના ધારાસભ્યોને તોડવાની વાત પણ સામે આવી છે. […]

Top Stories Gujarat Others
madhu 'હું તો રોજ દારૂ પીવું જ છુ' - મધુ શ્રીવાસ્તવ એટલે વિવાદનું ઘર...!!

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડયિના નજીકનાં ગણાતા પોરબંદરના રાજુ મેર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ગાંધીના ગુજરાતના આ બંને રાજકીય આગેવાન ખુલ્લેઆમ દારુ પીધાનો સ્વીકાર કરી રહ્યા છે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને રાજુ મેર  વચ્ચેની વાઈરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં ભાજપના ધારાસભ્યોને તોડવાની વાત પણ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં રાજુ મેર,  મધુ શ્રીવાસ્તવને કહે છે કે, આ સરકાર તમારું કાંઈ સાંભળતી નથી. સરકાર સાંભળતી ન હોય તો ક્યાં સુધી અપમાન સહન કરી સરકારમાં રહેશો ?

ઓડિયો ક્લિપમાં રાજુ મેર મધુ શ્રીવાસ્તવને પુછે છે કે, તમે પણ મારી જેમ દારૂ પીધો લાગે છે. તો પ્રત્યુતર રૂપે મધુ શ્રીવાસ્તવ કહે છે, ‘ હું તો રોજ દારૂ પીવું જ છું.’ ત્યાર બાદ દારૂની બાબતે બંને વચ્ચો બોલાચાલી અને ઝઘડો થાય છે. અને મધુ  શ્રીવાસ્તવ રજુ મેરને ગાળો પણ આપી રહ્યા છે. અને ત્યાર બાદ બંને વચ્ચે બીભત્સ ગાળોનો વરસાદ વરસ્યો હતો.  તો આ વાઈરલ ઓડિયો ક્લિપ અંગે મંતવ્ય ન્યુઝ કોઈ પૃષ્ટિ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન