આમંત્રણ/ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ,પાર્ટીમાં જોડાશે તો ખભે બેસાડીશું…

બે દિવસમાં હાર્દિક પટેલની બેઠક યોજાય તેવી ધારણા છે,હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે, તેઓ પાર્ટી સાથે જોડાઇ શકે છે. 

Top Stories Gujarat
4 15 કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ,પાર્ટીમાં જોડાશે તો ખભે બેસાડીશું...
  • હાર્દિક પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ
  • AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું નિવેદન
  • AAPમાં આવે તો હાર્દિકને ખભે બેસાડીશુંઃ ગોપાલ ઈટાલિયા
  • મંતવ્ય ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં ઈટાલિયાએ કહ્યું
  • હાર્દિક પટેલને ગોપાલ ઈટાલિયાનું ખુલ્લું આમંત્રણ

ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને જૂથવાદને લીધે પાર્ટીના નવા અને યુવા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે છે,આંદોલનકારીમાંથી મોટા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી જોઇન્ટ કરી હતી પરતું પાર્ટીમાં જૂથવાદ અને તેમની સતત અવગણાના કરવામાં આવતા તે પાર્ટીથી ઘણા નારાજ ચાલી રહ્યા છે,આ મામલે તેમણે નારાજગી જાહેર કરી હતી અને  પાર્ટીના ઘણા નેતાઓ તેમની અવગણના કરાતી હોવાથી ભારે નારાજ ચાલી રહ્યા છે.હાર્દિક પટેલની જે પ્રમાણે નિવેદનબાજી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે કોંગ્રેસ છોડી દેશે. બે દિવસમાં હાર્દિક પટેલની બેઠક યોજાય તેવી ધારણા છે,હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે, તેઓ પાર્ટી સાથે જોડાઇ શકે છે.

આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું મોયું નિવેદન હાર્દિક મામલે સામે આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ મંતવ્ય ન્યુઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે જો હાર્દિક પટેલને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા ખુલ્લું આમંત્રણ આપીએ છે. તેનને અમને ખભા પર બેસાડીશું, અમે હાર્દિક પટેલને પાર્ટીમાં જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપીએ થીએ.