69th filmfare Awards/ ગુજરાતમાં પહેલીવાર યોજાયેલા ફિલ્મફેરમાં રણવીર કપૂરે બેસ્ટ એકટર અને આલિયા ભટ્ટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો

આ ફિલ્મફેર સમારોહના  રેડ કાર્પેટ પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ ગુજરાતી કલાકારો પણ જોવા મળી રહ્યા હતા

Top Stories Entertainment
12 2 ગુજરાતમાં પહેલીવાર યોજાયેલા ફિલ્મફેરમાં રણવીર કપૂરે બેસ્ટ એકટર અને આલિયા ભટ્ટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો

ગુજરાતના ગાંધીનગર ગિફટ સિટીમાં 69મો ફિલ્મફેરનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો, આ ફિલ્મફેર સમારોહના  રેડ કાર્પેટ પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ ગુજરાતી કલાકારો પણ જોવા મળી રહ્યા હતા અને આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહીત ઘણાં મંત્રીઓ પણ આ અવૉર્ડ શોમાં જોવા મળ્યા હતા.

બેસ્ટ એકટર રણવીર કપૂરને એનિમલ માટે આપવામાં આવ્યો હતો,જયારે તેની પત્ની આલિયા ભટ્ટને બેસ્ટ એકટ્રેસ રોકી અને રાની માટે આપવામાં આવ્યો હતો, આ ઉપરાંત વિધુ વિનોદ ચોપરાને 12મી ફેલ માટે શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો . શબાના આઝમીને રોકી અને રાનીની લવ સ્ટોરી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો જયારે વિકી કૌશલને ફિલ્મ ડંકી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો. આ દરમિયાન રણબીર કપૂરનું પરફોર્મન્સ પણ જોવા મળ્યું હતું. ડાન્સ કરતા રણબીરે પત્ની આલિયા ભટ્ટને કિસ કરી હતી.સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રીને ફિલ્મ ફરે માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આદિત્ય રાવલને ફિલ્મ ફરાઝ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.12માં ફેલને બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો છે. જ્યારે OMG-2ને શ્રેષ્ઠ સ્ટોરી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈશિતા મોઈત્રાને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે શ્રેષ્ઠ સંવાદનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

બેસ્ટ એક્ટરઃ રણબીર કપૂર (એનિમલ)​​​​​​​

બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)​​​​​​​
​​​​​​​​​​​​​​બેસ્ટ ફિલ્મઃ 12th ફેઈલ
​​​​​​​​​​​​​​બેસ્ટ ડિરેક્ટરઃ વિધુ વિનોદ ચોપડા (12th ફેઈલ)
​​​​​​​બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) વિક્રાંત મેસ્સી (12th ફેઈલ)​​​​​​​
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)  રાની મુખરજી (મિસિસ. ચેટરજી વી. નોર્વે)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)શેફાલી શાહ (થ્રી ઓફ અસ)​​​​​​​
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) જોરમ
​​​​​​​બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (મેલ) વિકી કૌશલ (ડંકી)​​​​​​​
​​​​​​​બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (ફીમેલ) શબાના આઝમી (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ તરુણ દુદેજા (ધક ધક)
​​​​​​​બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ): અલીઝેહ (ફર્રે)
બેસ્ટ ડેબ્યૂ (મેલ): આદિત્ય રાવલ (ફરાઝ)
​​​​​​​લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડઃ ડેવિડ ધવન
બેસ્ટ સ્ટોરીઃ અમિત રાય (OMG 2), દેવાશિષ મખીજા (જોરમ)
બેસ્ટ ડાયલૉગ્સઃ ઈશિતા મોઇત્રા (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ વિધુ વિનોદ ચોપરા (12th ફેઇલ)
આર. ડી. બર્મન અવૉર્ડ ફોર અપકમિંગ મ્યૂઝિક ટેલેન્ટઃ શ્રેયસ (એનિમલ)
બેસ્ટ લિરિક્સઃ અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે, ઝરા હટકે, ઝરા બચકે)
બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): શિલ્પા રાવ (બેશરમ રંગ… પઠાન)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી…એનિમલ)