Bigg Boss 17/ મુનવ્વર ફારૂકીએ બિગ બોસ 17નો ખિતાબ જીત્યો,50 લાખ સાથે લકઝરી કાર મળી

બિગ બોસ સીઝન 17 ને વિજેતા મળી ગયો છે. મુનવ્વર ફારૂકીએ આ શોની ટ્રોફી જીતી છે. સલમાન ખાનના આ શોની સફર 17 સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી

Top Stories Entertainment
11 3 મુનવ્વર ફારૂકીએ બિગ બોસ 17નો ખિતાબ જીત્યો,50 લાખ સાથે લકઝરી કાર મળી

બિગ બોસ સીઝન 17 ને વિજેતા મળી ગયો છે. મુનવ્વર ફારૂકીએ આ શોની ટ્રોફી જીતી છે. સલમાન ખાનના આ શોની સફર 17 સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક સ્ટાર્સ પણ વાઈલ્ડ કાર્ડ તરીકે શોનો હિસ્સો બન્યા હતા,બધાને પાછળ છોડીને મુનાવર ફારૂકી ટાઇટલ જીત્યો હતો, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો બધાને પછાડીને મુનવ્વરે આ શોનું ટાઇટલ જીતી લીધું છે.

બિગ બોસની આ સીઝન 15 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થઈ હતી. 106 દિવસ સુધી ચાલ્યા બાદ આ શોને તેનો વિનર મળ્યો છે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 28મી જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો. જે બાદ શોમાંથી બહાર થઈ ગયેલા ઘણા સ્પર્ધકો પણ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ટોચના 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાંથી એક પછી એક બાકીના ચાર બહાર થઈ ગયા અને મુનવ્વરે આ સિઝન જીતી લીધી. અરુણ મહાશેટ્ટી આ શોમાંથી બહાર નીકળનારા પહેલા હતા. તે પછી અંકિતા લોખંડે અને પછી મન્નારા ચોપરાનો પણ સફાયો થઈ ગયો. તેને દર્શકો તરફથી સૌથી વધુ વોટ મળ્યા હતા, જે બાદ તેને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

બિગ બોસ ટ્રોફી અને પ્રાઈઝ મની
બિગ બોસ જીતવા પર, મુનવ્વર ફારૂકીને માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ તેની સાથે તેને 50 લાખ રૂપિયાની રોકડ પ્રાઈઝ મની અને એક કાર પણ આપવામાં આવી. આ ટ્રોફીની સૌથી ખાસ વાત એ છે કે તેને શોની થીમ દિલ, દિમાગ અને દમના આધારે તૈયાર કરવામાં આવી છે. જીત સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો અને દરેક જગ્યાએ ફેમસ થઈ ગયો. તેને ચાહકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા