બ્રિટનની મહારાણી એલિઝાબેથ-2નું 96 વર્ષની વયે અવસાન થયું છે. એલિઝાબેથ સૌથી લાંબા સમય સુધી રાણી રહ્યા હતા. સરકારમાં તેમની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને પીએમની નિમણૂકથી લઈને કાયદો બનાવવા સુધી તેમનો નિર્ણય જ અંતિમ માનવામાં આવતો. જાણો એલિઝાબેથ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

એલિઝાબેથ દ્ધિતીય 70 વર્ષથી બ્રિટન પર રાજ કરી રહી છે. અત્યાર સુધી તેમણે દેશ માટે 15 પીએમ નિયુક્ત કર્યા હતા. બ્રિટનની સૌથી લાંબી સેવા આપનાર રાણી હોવાનો રેકોર્ડ પણ તેમના નામે હતો.

રાણી સત્તાનો હિસ્સો ન હતા, પરંતુ સત્તાના મહત્વના નિર્ણયો તેમની કલમ દ્વારા જ લેવામાં આવતા હતા. ત્યાં સુધી કે એલિઝાબેથ જ વડા પ્રધાનની નિમણૂક કરતા હતા. જો કે, પીએમને જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે અને બાદમાં સંસદના સભ્યો નામ નક્કી કરે છે.

મહારાણીએ જાહેરમાં ક્યારેય કોઇને રાજકીય રીતે ટેકો આપ્યો ન હતો. ત્યાં સુધી કે બ્રિટનની મહારાણી કોઇને ક્યારેય પણ મત પણ આપતા હતા.

બ્રિટનમાં જે પણ કાયદાઓ બન્યા હતા, તેને સત્તાવાર રીતે એલિઝાબેથે જ મંજૂરી આપી હતી. પરંતુ, કાયદો બનાવવાનું કામ સંસદનું છે. તે માત્ર ઔપચારિક મંજૂરી હતી. સરકાર પસંદ કર્યા પછી, સત્ર શરૂ કરવાનું કામ પણ મહારાણીનું હતું.
