Ahmedabad News/ AMCની પોતાની કચેરીમાં જ ફાયર સેફ્ટીના ધજાગરા, 4 મહિનાથી એક્સપાયર્ડ ફાયર એક્સટિંગ્વિશર

Fire Extinguisher Expired: અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત AMC પશ્ચિમ ઝોન કચેરીમાં છેલ્લા 4 મહિનાથી ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયર હોવા છતાં બદલાયા નથી. ફાયર સેફ્ટીને લઈને AMCની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા.

Gujrat Top Stories

Ahmedabad News:  શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે સતત ચેકિંગ અને કાર્યવાહી કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે પોતાની જ કામગીરીને લઈને સવાલોના ઘેરામાં આવ્યું છે. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી પશ્ચિમ ઝોન (AMC West Zone) કચેરીમાં ફાયર સેફ્ટીના (Fire Extinguisher Expired) સાધનો સમયસર બદલવામાં ન આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

4 મહિનાથી બદલાયા નથી ફાયર એક્સટિંગ્વિશર

માહિતી મુજબ પશ્ચિમ ઝોન (AMC West Zone) કચેરીમાં લગાવવામાં આવેલા અનેક ફાયર એક્સટિંગ્વિશરની (Fire Extinguisher Expired) માન્યતા 5 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં જુલાઈના મધ્ય સુધી આ બોટલો યથાવત જોવા મળી રહી છે. નિયમ મુજબ સમયાંતરે સર્વિસિંગ અથવા નવી બોટલો મૂકવાની જરૂરિયાત હોવા છતાં તે કામગીરી કરવામાં આવી નથી.

આપણી કચેરી જ સુરક્ષિત નથી તો શહેરનું શું?

AMC શહેરભરની કોમર્શિયલ ઈમારતો, શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી ( Fire Safety Rules) અંગે કડક નિયમો લાગુ કરાવે છે. પરંતુ પોતાની જ કચેરીમાં જરૂરી સુરક્ષા સાધનો સમયસર અપડેટ ન થતાં હવે કોર્પોરેશનની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સરકારી કચેરીમાં જ આ પ્રકારની બેદરકારી હોય તો અન્ય સ્થળોની તપાસ કેટલી અસરકારક હશે?

આગ જેવી આપત્તિ સમયે વધી શકે જોખમ

ફાયર એક્સટિંગ્વિશર આગની શરૂઆતમાં જ નિયંત્રણ મેળવવા માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન ગણાય છે. જો તે સમયમર્યાદા બાદ પણ બદલવામાં ન આવે તો ઈમરજન્સી સમયે તેનો ઉપયોગ અસરકારક રહેવાની ખાતરી રહેતી નથી. આવી સ્થિતિમાં કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

તંત્ર સામે ઉઠી રહી છે કાર્યવાહી કરવાની માંગ

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી સાધનોનું તાત્કાલિક ઓડિટ કરવામાં આવે અને જ્યાં સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં નવા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદ એર ઇન્ડિયા AI-171 પ્લેન ક્રેશ: પાયલટની કોકપિટ વાતચીત જાહેર નહીં થાય, AAIBએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

આ પણ વાંચો: અમદાવાદના સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

આ પણ વાંચો: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર