Bharuch News/ ભરૂચમાં લેભાગુ અધિકારીઓની મિલીભગતમાં, મહિલાકર્મીની નોકરી દાવ પર

જોકે, હાલમાં તેણીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા રીન્યુ ન કરતા તેઓ હેબતાઈ ગયા હતા.

Top Stories Gujarat Breaking News

Bharuch News: દોઢ મહિના પહેલા ભરૂચ(Bharuch)માં બાળકોની સંસ્થામાં કથિત મહિલા કર્મી પર જાતીય સતામણી (Sexual harassment) અંગે ફરિયાદ દાખલ કરવા બી ડીવીઝનમાં અરજી આપી હતી.આ બનાવમાં કોન્ટ્રાક્ટ આધારિત બે રસોઈયા કર્મી રીન્યુનાં નામે સંસ્થાનાં હોદ્દેદારોએ ચીમકી આપીને ખોટા નિવેદન આપવામાં આવ્યા હોવા બાદ મોડેથી પણ લેખિતમાં ભરૂચનાં કલેકટર (Bharuch Collector) સહિત પાંચ જણાને રજૂઆત કરવામાં આવતા ફરીવાર મુદ્દો ચગ્યો છે.

ભરૂચ ચિલ્ડ્રન હોમ ફોર બોયસ(Children home for boys)નાં રસોઈયા તરીકે નોકરી કરતા અને વેજલપુરમાં રહેતી ભાલીયા મીનાબેન અંબાલાલ અને વસાવા ધર્મિષ્ઠાબેન રામુભાઈએ ભરૂચ જિલ્લા કલેકટરને તા-5મી ફેબ્રુઆરી-2025નાં રોજ લેખિતમાં જણાવ્યું હતું કે તેઓ 11 મહિનાથી નોકરી કરતાં હતા.તા.22મી જાન્યુઆરી-2025નાં રોજ 11 મહિના પુરા થતા ફિક્સ વેતનથી કરાર આધારિત છુટા કરવામાં આવતા તેણીનીઓ ડઘાઈ ગયા હતા. જેને લઈને બંને જણા જઈને સંસ્થાના અધિક્ષક તેમજ પ્રમુખ જઈને કોન્ટ્રાક્ટ ક્યારે રીન્યુ કરશો. એ વખતે  સંસ્થાના પ્રમુખ કનુભાઈ પટેલે વળતો જવાબ આપ્યો કે સંસ્થામાં કોઇપણ મહિલાને કર્મચારી લેવા માંગતા નથી અને જિલ્લા કલેકટર સાહેબ જો રીન્યુ કરશે તો અમે પણ લઈશું નહીં.

ઉલ્લેખનીય એ છે કે ગતતા-11 મી ડીસેમ્બર-2024નાં રોજ સંસ્થાના પ્રોબેશન અધિકારી નલીનીબેન પટેલ સાથે બનેલી ઘટના વિશે તેણીની જાણતા હતા.એ વખતે સંસ્થાના અધિક્ષક અને પ્રમુખે ધમકી ભર્યા સ્વરમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા વિરુદ્ધ નલીનીબેનને સાથ આપશો તો તમને ફરજમાંથી છુટા કરી દઈશું.જો કે બંને જણા આર્થિક નબળા હોવાથી નોકરી પર જીવનનિર્વાહ ચલાવે છે.જેને લઈને ભરૂચ બી ડીવીઝન પોલીસમાં સમગ્ર બનાવની વિરુદ્ધમાં ખોટું નિવેદન આપ્યું હતું.

જોકે, હાલમાં તેણીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા રીન્યુ ન કરતા તેઓ હેબતાઈ ગયા હતા. જોકે, બંને રસોઈયાએ પોતાને ન્યાય મેળવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર,રાજ્યના મુખ્યમંત્રી, રાજ્ય બાળ કલ્યાણ મંત્રી અને ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

બે રસોઈયા રીન્યુ ન કરતા લેખિતમાં સંસ્થાનાં પ્રમુખ સામે સીધો આરોપ એવો લગાવ્યો હતો કે સંસ્થાનાં પ્રમુખ કનુભાઈ પટેલ જયારે આવે ત્યારે 1 લીટર દૂધ લઇ જતા.આ સાથે અન્ય ટ્રસ્ટીઓ તેમજ અધિક્ષક એસી,દફતર અને સંસ્થાના અન્ય ચીજ વસ્તુઓ ચોરીછુપી રીતે લઇ જતા હોવાથી અગાઉ ગાંધીનગરથી તપાસ રેલો આવ્યો હતો.જો કે ભરૂચના કેટલાક લેભાગુ અધિકારીઓની મિલીભગત કારણે પુરાવા નષ્ટ થઇ જાય છે.જેથી તપાસની માંગ કરી હતી.

@જપન શાહ