MANTAVYA Vishesh/ માતરમાં ભાજપની કચેરીનું વીજ જોડાણ કટ, ‘બિલ’ કોના માથે ફાટશે?

ખેડા જિલ્લાના (Kheda District) માતર તાલુકા (Matar Tehsil) માં ભાજપની કચેરીનું (BJP Office) વીજ જોડાણ કપાતા પક્ષની અંદર જ જાણે ભડકો થયો હોય તેવી સ્થિતિ છે…. આ વીજ જોડાણ શું કપાયું જાણે પક્ષને કરંટ લાગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

Breaking News

ખેડા જિલ્લાના (Kheda District) માતર તાલુકા (Matar Tehsil) માં ભાજપની કચેરીનું (BJP Office) વીજ જોડાણ કપાતા પક્ષની અંદર જ જાણે ભડકો થયો હોય તેવી સ્થિતિ છે…. આ વીજ જોડાણ શું કપાયું જાણે પક્ષને કરંટ લાગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે….ભાજપની કચેરીનું વીજ જોડાણ કપાવવાને લઈને પક્ષમાં જ આંતરિક વિખવાદ સર્જાયો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે….આ વીજ જોડાણ કપાવવાને લઈને પક્ષના જ બે જૂથો એકબીજા સામે આવી ગયા છે….

વીજ જોડાણ કપાવવાને લઈને માતરના ભૂતપૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Kesarinh Solanki) અને પક્ષના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલનું (Chandresh Patel) જૂથ સામસામે આવી ગયું છે…. આક્ષેપોનો રીતસરનો દોર ચાલુ થયું છે. તેના લીધે વિપક્ષને પણ આ નાટક જોવાની મજા પડી ગઈ છે… વિપક્ષ આરામથી બેઠાં-બેઠાં શાસક પક્ષની આ આંતરિક ભવાઈ જુએ છે….

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વીજ જોડાણ (Electricity Connection) કપાયું તે માટે ભૂતપૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલને જવાબદાર ઠેરવતા તેમના પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો….તેમણે જણાવ્યું હતું કે ભાજપની વર્તમાન કચેરી 2016માં કાંતિભાઈ પટેલ નામની વ્યક્તિ પાસેથી ભાડાં કરાર પર લેવામાં આવી હતી… આ રીતે અહીં ભાજપની ઓફિસ શરૂ કરવામાં આવી હતી. આ ઓફિસમાં ભાજપની અનેક બેઠકો થઈ હતી….

કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે 2016માં તેમણે આ જગ્યા અને મકાન ભાડાંકરાર સાથે પોતાના ભાઈ મહેશ સોલંકી (Mahesh Solanki) ના નામે લીધું હતું….પણ હાલમાં આ મકાન અને આ જમીનનો ભાડા કરાર ભાજપના આગેવાન અને વિધાનસભાના ભૂતપૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલના નામે થઈ ગયાનો આક્ષેપ તેમણે કર્યો હતો….

આ આક્ષેપનો વળતો જવાબ આપતા ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે આ મકાન અને જગ્યાનું ભાડું મકાન માલિકને સમયસર મળતું ન હતું…. આના પગલે મકાન માલિકે મારો સંપર્ક સાધ્યો હતો, જૂના ભાડાંકરાર કરનારા મકાન માલિક કાંતિ પટેલનું અવસાન થયા બાદ તેમના વારસદાર સાથે નવો કરાર મારા પોતાના એટલે ચંદ્રેશ પટેલના નામે કરવામાં આવ્યો હતો…. મારા નામે આ કરાર પણ મેં ભાજપની સૂચના મુજબ અને પક્ષે આપેલી મંજૂરી મુજબ કર્યો હતો. તેમા મારું કશું વ્યક્તિગત નથી…

તેમણે પછી ઉમેર્યું હતું કે જૂનાં ભાડાં કરાર પ્રમાણે મકાનમાલિકને માંડ ચાર હજાર રૂપિયા ભાવ મળતું હતું અને તે તેને પોષાતું ન હતું….તેથી નવા માલિકને નવા ભાડાંકરારમાં સાત હજાર રૂપિયા મકાનભાડું મળે તે નક્કી કરવામાં આવ્યું હતું. આ મકાન કંઈ મારા વપરાશ માટે નથી, પણ પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે છે, પણ હવે જો કેસરીસિંહને તે પણ પેટમાં દુઃખતું હોય તો હું તે પણ રદ કરવા તૈયાર છું….

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ કેસરીસિંહ સોલંકીને 2022માં ભાજપની વિધાનસભાની ટિકિટ ન મળી ત્યારથી તે નારાજ છે…. આ નારાજગીના પગલે એક સમયે તેમણે ટિકિટ ન મળતા પક્ષની કચેરીને જ તાળા મારી દીધા હતા….તેના પછી ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓની સમજાવટ પછી તે પક્ષની કચેરીને મારેલા તાળા ખોલવા માટે સંમત થયા હતા…પણ વિધાનસભાની ટિકિટ ન મળવાનો તેમનો અસંતોષ પક્ષમાં છૂપો નથી…. આના કારણે હવે તેઓ પક્ષના વિવિધ આગેવાનો સામે આક્ષેપ પણ કરે છે….

જો કે આ વાત થઈ ભાડાં કરારની, પણ વીજ જોડાણનું બિલ કેમ ન ભરાયું તેના અંગે પક્ષમાં કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી….સામાન્ય રીતે તો શાસક પક્ષની ગમે તે ઓફિસ હોય તેના વીજ જોડાણનું બિલ ભરાઈ જ જતું હોય છે….હવે ખેડા ભાજપની કચેરી એટલી ગરીબ થઈ ગઈ છે કે તે વીજ જોડાણનું બિલ ભરવા પણ સક્ષમ નથી તેમ વિપક્ષ મૂછમાં કહે છે.

હાલમાં તો ખેડા ભાજપમાં આ વીજ જોડાણનું ન ભરાયેલું બિલ કોના માથે ફાડવું તેની મથામણ ચાલી રહી છે….જ્યારે વીજ જોડાણ રદ કરનારી વીજ કંપનીનું તો કહેવું છે કે અમે તો નિયમ મુજબ જ કાર્યવાહી કરી છે.

વીજ કરંટમાં ‘એસી’ અને ‘ડીસી’ એમ બે પ્રકાર હોય છે…. હાલમાં ભાજપમાં આ જ સ્થિતિ છે. આ ‘એસી-ડીસી’નું અસંતુલન ક્યાંક ખોરવાયું છે અને તેના કારણે વીજ બિલ ભરાયું નથી…. અસંતોષનો આ ઉકળતો ચરૂ ક્યાંકને ક્યાંક વીજ બિલના સ્વરૂપમાં પ્રગટ થયો છે…. આગામી દિવસોમાં તેનું આ ઢાંકણુ ખૂલ્યું તો અનેક પ્રકારના કરંટ પક્ષને લાગે તો આશ્ચર્ય નહીં થાય. તેથી વહેલામાં વહેલી તકે આનો નીવેડો લાવવો જરૂરી છે….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’