Rajkot News: રાજકોટમાં મીઠાઈની ગુણવત્તાને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરમાં આવેલી યુ-ફ્રેશની મીઠાઈમાં ફૂગ જોવા મળ્યાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે. આ મામલે ગ્રાહકે મેટોડા યુનિટમાં ફરિયાદ નોંધાવતા તહેવારો પહેલાં મીઠાઈની ગુણવત્તા અને આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
Rajkotમાં યુ-ફ્રેશની મીઠાઈમાં ફૂગ હોવાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે યુ-ફ્રેશ (U-Fresh)માંથી ખરીદેલી (Mould on sweets)મીઠાઈમાં ફૂગ જેવી વસ્તુ જોવા મળવાનો આક્ષેપ કર્યો છે. મીઠાઈમાં ફૂગ દેખાતા ગ્રાહક ચોંકી ગયો હતો. ત્યારબાદ સમગ્ર મામલે સંબંધિત યુનિટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ (Food Safety) બાદ હવે મીઠાઈની ગુણવત્તા અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે. જોકે, મીઠાઈમાં ખરેખર ફૂગ હતી કે અન્ય કોઈ કારણસર આવું દેખાયું તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
તહેવારો પહેલા મીઠાઈની ગુણવત્તા સામે સવાલ
તહેવારો દરમિયાન મીઠાઈની માંગમાં મોટો વધારો થાય છે. આ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકો વિવિધ પ્રકારની મીઠાઈ (Sweets)ઓ ખરીદતા હોય છે. ત્યારે મીઠાઈની ગુણવત્તાને લઈને સામે આવેલા આ આક્ષેપથી ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. મીઠાઈ બનાવવામાં વપરાતા કાચા માલ, સંગ્રહ કરવાની પદ્ધતિ અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખાસ કરીને લાંબા સમય સુધી રાખવામાં આવતી મીઠાઈ યોગ્ય તાપમાન અને સ્વચ્છ વાતાવરણમાં સંગ્રહિત કરવામાં આવે તે જરૂરી છે.
