Gandhinagar News/ ગુજરાતનું ટેબ્લો પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં વિજેતા, આજે ટ્રોફી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં પ્રસ્તુત

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે ગુજરાતના ટેબ્લોએ હેટ્રીક સર્જીને સતત ત્રણ વર્ષ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં વિજેતા બનીને પ્રાપ્ત કરેલી ટ્રોફી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો દ્વારા નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવતા વિવિધ રાજ્યોના ટેબ્લોમાં છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને હેટ્રીક સર્જી છે. ગુજરાતના ટેબ્લોને 2023, 2024 અને 2025 એમ સતત 3 વર્ષ દરમિયાન મળેલી વિજેતા ટ્રોફી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠક સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. સમગ્ર મંત્રી મંડળે ગુજરાતની આ ગૌરવ સિદ્ધિને વધાવતાં અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રી મંડળે આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા

ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી હતી. આ પરેડમાં રાજ્ય સરકારે ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાતના ટેબ્લોમાં વડાપ્રધાનએ પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

ગત વર્ષ-2024ના 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ ૨૦૨૪માં બીજો ક્રમ મેળવ્યો હતો.

આ વર્ષે 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા હતા અને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતનું ટેબ્લો આ વર્ષે પણ પ્રથમ ક્રમે વિજેતા જાહેર, સૌથી વધુ મતો મળ્યા

આ પણ વાંચો: ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવવા આપો તમારો વોટ!

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસે ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ મળ્યા