Banaskantha News/ દિયોદર :ચૂંટણી અધિકારીનું BP હાઈ થતાં ચૂંટણી મુલતવી

કોંગ્રેસનો આરોપ છે કે બહુમતી હોવા છતાં ચૂંટણી (Election)પ્રક્રિયા અટકાવવા માટે રાજકીય દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે

Gujarat Others
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી (Election)ને લઈને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો રાજકીય તણાવ આજે નાટકીય વળાંક પર પહોંચ્યો હતો

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી (Election)ને લઈને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો રાજકીય તણાવ આજે નાટકીય વળાંક પર પહોંચ્યો હતો. ચૂંટણી (Election) પ્રક્રિયા દરમિયાન જ ચૂંટણી અધિકારી તેમજ દિયોદરના પ્રાંત અધિકારીની તબિયત અચાનક લથડતાં ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ચૂંટણી અધિકારીનું બ્લડ પ્રેશર અચાનક વધી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ દિયોદર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સત્તાધારી ભાજપ અને સરકારી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

કોંગ્રેસનો આરોપ છે કે બહુમતી હોવા છતાં ચૂંટણી (Election)પ્રક્રિયા અટકાવવા માટે રાજકીય દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ચૂંટણી મુલતવી રહેતાં કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, સમગ્ર મામલો હવે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકોમાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે ચૂંટણીની નવી તારીખ ક્યારે જાહેર થશે તે મુદ્દે સૌની નજર તંત્ર પર ટકેલી છે.


આ પણ વાંચો : વડગામ તાલુકા પંચાયત ચૂંટણીમાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી, પોલીસ માટે સ્થિતિ કાબૂમાં લેવી મુશ્કેલ

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઃ 15 મનપામાં 49 ટકા, 84 નપામાં 59 ટકા અને 34 જિલ્લા પંચાયતમાં 61 ટકા અને તાલુકા પંચાયતમાં 62 ટકા મતદાન

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર