Sabarkantha News/ સાબરકાંઠા: ઈડર MLA રમણ વોરા સામે ખેડૂત નોંધણીનો વિવાદ

સાબરકાંઠામાં ઇડરના મામલતદારે રમણ વોરા અને તેના કુટુંબીજનોને ખેડૂત નોંધણીના વિવાદમાં નોટિસ ફટકારી છે. આમ સાબરકાંઠાના વિધાનસભ્ય રમણ વોરા ખોટી રીતે ખેડૂત બનવા જતાં બરોબરના ભરાઈ પડ્યા છે.

Gujarat Top Stories Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠામાં ઇડરના મામલતદારે રમણ વોરા અને તેના કુટુંબીજનોને ખેડૂત નોંધણીના વિવાદમાં નોટિસ ફટકારી છે. આમ સાબરકાંઠાના વિધાનસભ્ય રમણ વોરા ખોટી રીતે ખેડૂત બનવા જતાં બરોબરના ભરાઈ પડ્યા છે.

રમણવોરાએ ઇડર નજીક દાવડ ગામમાં ખોટા દસ્તાવેજના આધારે ખેતીની જમીન ખરીદી હતી. ઇડરના મામલતદારે આ અંગે નોટિસ ફટકારી છે અને તેમને 11 સપ્ટેમ્બરના રોજ ઇડરની કચેરીમાં પુરાવા સાથે આદર રહેવા આદેશ કર્યો છે. ફક્ત ધારાસભ્ય જ નહીં તમામ નવ લોકોને 11 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા મામલતદારે નોટિસ આપી છે.

દાવડ ગામે આવેલી ખેતીની જમીનમાં રમણવોરાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. તેના પછી આ જમીન અન્ય ખેડૂત ખાતેદારના નામે રાખવામાં આવી હતી. બધા નવ લોકોને 11 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે મામલતદારે નોટિસ આપી હતી. આના પગલે હવે વિધાનસભ્ય રમણવોરા સહિત નવેનવ જણાએ ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા પડશે.

ઉલ્લખનીય છે કે ધારાસભ્ય રમણવોરાએ અમદાવાદના રહીશ રમણલાલ ઇશ્વરલાલના ભળતા નામે ખેડૂત દાખલો મેળવ્યો છે. આ રીતે ખોટા ખેડૂત ખાતેદાર બનીને રમણ વોરાએ ગાંધીનગરમાં પાલેજ ખાતે લાખો રૂપિયાની ખેતીની જમીનો ખરીદી હતી. આ જ દાખલાના આધારે રમણ વોરાએ ઇડર નજીક દાવડ ગામે પત્ની કુસુમબેન, પુત્ર સુહાગ અને ભૂષણના નામે કૃષિ જમીન ખરીદી હતી.

રમણ વોરા અને તેમની પત્ની તથા પુત્રોએ ગાંધીનગર પાલેજના રહીશ હોવાનું દર્શાવીને વીરપુર અને જાદરના એક વ્યક્તિને જમીનો વેચી દીધી હતી.આ અંગે જેતપુર વડાલી કંપાના રહેવાસી રાજેન્દ્ર પટેલે ઇડર મામલતદારને ફરિયાદ કરીને ભાજપના ધારાસભ્યની જમીનના પુરાવા માંગ્યા હતા. આ મામલે રાજકીય દબાણના કારણે મામલતદારે પુરાવા આપ્યા ન હતા. છેવટે મહેસૂલ વિભાગે આ કેસમાં મામલતદાર સામે તપાસ કરીને બદલી કરી હતી.

અરજદારે ઇડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવા ધમકી આપી હતી. આના પગલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ગાંધીનગરથી આદેશ છૂટતા ઇડરના મામલતદારે હવે ધારાસભ્ય સામે કાર્યવાહી હાથ ધરતાં રમણવોરા ભેરવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત

આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડબ્રહ્મા-વડાલીમાં ભારે વરસાદ

આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા