Sabarkantha News:સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છવાયો છે.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ (rain) નોંધાયો છે, જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદને લીધે જનજીવન અને ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી છે.

જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાઓમાં વરસાદે તમામ રેકોર્ડ તોડ્યા છે. બંને વિસ્તારોમાં માત્ર 10 કલાકમાં 8-8 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે.

ખેડબ્રહ્મા અને વડાલી ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ઈડરમાં 2.75 ઈંચ, હિંમતનગરમાં 1.75 ઈંચ, તલોદમાં 1 ઈંચ અને પોશીનામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદે ખેડૂતો માટે રાહતના સમાચાર લાવ્યા છે, કારણ કે પાકોને પાણીની જરૂરિયાત પૂરી થઈ છે, પરંતુ ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા પણ સર્જાઈ છે.ભારે વરસાદના કારણે જિલ્લાના કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાયું છે. વડાલીથી ખેડબ્રહ્મા જતા રોડ પર પાણી ભરાયા છે.આ સાથેજ ગાડું તરફ જવાના રેલવે અન્ડર પાસમાં પણ પાણી ભરાયું છે.
આ પણ વાંચો:આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!
આ પણ વાંચો:સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક
