Gujarat Rainfall/ Gujarat Rain Live: આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ

રાજ્યમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યના 42 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ થયો છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Rajkot

Gujarat Weather Update: રાજ્યમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યના 42 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ થયો છે. મહત્તમ વરસાદની વાત કરીએ તો બાબરામાં 1.6 ઈંચ, ચુરામાં 0.79 ઈંચ, ભેસાણમાં 0.71 ઈંચ, કુંકાવાવમાં 0.59 ઈંચ, ઉમરપાડામાં 0.59 ઈંચ, રાણપુરમાં 0.59 ઈંચ, વઢવાણમાં 0.39 ઈંચ, વઢવાણમાં 0.39 ઈંચ અને વિઘામાં 0.39 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીમાં ઇંચ વરસાદ પડ્યો હતો. .રેકોર્ડ.

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ ગઈકાલે એટલે કે 26મી સપ્ટેમ્બરે રાજ્યના 212 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ થયો હતો. જેમાં વ્યારામાં સૌથી વધુ 211 મીમી, સોનગઢમાં 159 મીમી, વિસાવદરમાં 152 મીમી, ઘોઘામાં 151 મીમી, પાલિતાણામાં 110 મીમી, વાપીમાં 109 મીમી, વલ્લભીપુરમાં 107 મીમી અને પારડીમાં 106 મીમી વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જો કે, હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે તેવો અંદાજ છે.અમદાવાદ, જસદણ, ખેડાના નડિયાદ, અમરેલી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણ ઠંડું થયું છે.

દામોદરકુંડમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો

ગિરનાર પર ભારે વરસાદ દરમિયાન મોટા ભાગનું પાણી સીધું દામોદરકુંડમાં વહી ગયું હતું. જેના કારણે દામોદરકુંડમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો.

જૂનાગઢમાં મેઘરાજાનું ઉગ્ર સ્વરૂપ

જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના સુમારે પડેલા ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું. ભવનાથ અને દામોદરકુંડમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદ થયો હતો.

અમદાવાદ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બોપલ, સરખેજ અને શહેરના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આજે સવારે વાદળો વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભોપાલ, સરખેજ અને શહેરના અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગઈકાલે રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. તાપીના વ્યારા અને સોનગઢમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

10-03 A.M

ભાવનગરમાં તળાજાનો હમીરપરા ડેમ ઓવરફ્લો થયો. ડેમ સો ટકા ભરાઈ જતાં તેના બંને દરવાજા ખોલવામાં આવ્યા છે. તેના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવ્યા છે.

9-54 A.M

રાજકોટના જેતપુરમાં ભાદર-1 ડેમ ફરીથી ભરપૂર થયો છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. ડેમમાં 1,448 ક્યુસેક પાણીની આવક છે અને તેટલી જ જાવક છે. ભાદર-1 ડેમના ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રએ સૂચના આપી છે. ભાદર-1 ડેમમાંથી અડધા રાજકોટ, જેતપુર, ખોડલધામ, વીરપુર સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે.

9-52 A.M

ભાવનગરમાં તળાજામાં પૂરમાં કાર તણાઈ છે. પાદરી ગામે કાર તણાયાનો વિડીયો વાઇરલ થયો છે. નદીમાં કાર તણાયાનો વિડીયો વાઇરલ થયો છે. કારમાં બેસેલા લોકોને બચાવી લેવાયા છે.

9-10 A.M

જૂનાગઢના માંગરોળમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલની સાથે માંગરોળના દરિયામાં કરંટ જોવાયો છે. માંગરોળમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલની સાધે દરિયા ગાંડોતૂર થયો છે.

8-49A.M

રાજકોટના જસદણમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વ્યાપક વરસાદ છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાતથી લઈ સવાર સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયા. જસદણ,આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડા,જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામ, આંબરડી, ગોડલાધાર, માધવીપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના લીધે પાકને નુકસાનની ભીતિ છે.

8-38 A.M

બોટાદના રાણપુરમાં સવારથી જ વરસાદ છે. રાણપુર શહેરમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાણપુર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ છે. કપાસના પાકમાં નુકસાનીની પણ ખેડૂતોને ચિંતા છે.

8-34 A.M

મહેસાણામાં ધરોઈ ડેમ 82 ટકા ભરાયો છે. ધરોઈ ડેમમાં હાલમાં 1,540 ક્યુસેક પાણીની આવક છે. આમ ડેમ ભયજનક સપાટીથી હજી પણ 4.59 ફૂટ દૂર છે. ધરોઈ ડેમની હાલની સપાટી 617.41 ફૂટે પહોંચી છે.

8-23 A.M

સુરેન્દ્રનગરમાં લીંબડી અને ચુડામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ છે. લીંબડી સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદ છે. વરસાદના લીધે ખેતીના પાકને નુકસાનની ભીતિ છે.

8-00 A.M

અમદાવાદ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બોપલ, સરખેજ અને શહેરના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આજે સવારે વાદળો વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભોપાલ, સરખેજ અને શહેરના અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે.

7-50 A.M.

ગીરગઢડામાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ છે. સામતેર, ગાંગડા, સનખડા, ખત્રીવાડામાં પણ વરસાદ જોવા મળ્યો છે. પસવાડા, ધોકડવા, બેડીયા, નગડિયામાં પણ વરસાદ જોવા મળ્યો છે. જંગલ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે.

7-15 A.M.

વલસાડ જિલ્લામાં વરસાદી માહૌલ છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહૌલ છે. વલસાડ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વલસાડ શહેરના એમજીરોડ પર પાણી ભરાયા છે.

7-00 A.M.

 અમરેલીમાં વરસાદ યથાવત છે. રાજુલા શહેરમાં મધરાત પછી વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો છે. સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ છે. જાફરાબાદ પંથકમાં પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે.

6-43 A.M.

અમરેલીના વડીયા સુરવો-1 ડેમમાં પાણીની આવક થતાં બે દરવાજા અડધો ફૂટ ખોલવાની ફરજ પડી હતી. 628 ક્યુસેકની આવક સામે હવે જાવક શરૂ થઈ ગઈ છે. તેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આજે દિલ્હી, યુપી-પંજાબ સહિત દેશના આ ભાગોમાં ભારેથી હળવા વરસાદ આગાહી 

આ પણ વાંચો: નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી