વીડિયો/ PM મોદીએ કેબિનેટ મંત્રીનો ડાન્સ વીડિયો શેર કર્યો જાણો વિગતો

આ વીડિયોમાં કિરન રિજ્જુ અરુણાચલ પ્રદેશના એક ગામમાં ગ્રામજનો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે,વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજ્જુ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં કિરન રિજ્જુ અરુણાચલ પ્રદેશના એક ગામમાં ગ્રામજનો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશનો આ પરંપરાગત નૃત્ય વીડિયો જોઈને પીએમ મોદીએ પોતો તેને શેર કર્યો અને તેની પ્રશંસા કરી. આ વીડિયો અરુણાચલ પ્રદેશનો છે અને સ્થાનિક લોકો સાથે કિરન રિજ્જુ તેમાં જોવા મળે છે.

આ વીડિયો કિરેન રિજ્જુએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ‘અમારા કાયદા મંત્રી કિરેન રિજિજુ પણ એક સારા ડાન્સર છે. અરુણાચલ પ્રદેશની જીવંત અને ભવ્ય સંસ્કૃતિ જોઈને આનંદ થયો. આ પછી વીડિયો વાયરલ થયો અને લોકોએ તેના પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું.

Our Law Minister @KirenRijiju is also a decent dancer!

Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD

— Narendra Modi (@narendramodi) September 30, 2021

આ વીડિયો શેર કરીને પીએમ મોદીએ કિરન રિજ્જુને ‘ડિસેન્ટ ડાન્સર’ ગણાવ્યા છે.આ વીડિયોમાં રિજજુ સફેંદ શર્ટ, ટ્રાઉઝર, જેકેટ અને પગરખાં પહેરેલા ગ્રામજનો સાથે ડાન્સ કરતો જોવા મળે છે. કિરન સાથે એક મહિલા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળે છે.

એટલું જ નહીં, લોકો આ નૃત્યની વચ્ચે ખૂબ જ મધુર સંગીત પણ વગાડી રહ્યા છે.  આ સંગીતના તાલ વચ્ચે વચ્ચે રિજિજુ લોકોના નાના જૂથ સાથે પરંપરાગત લોકગીતો પર નાચતા જોવા મળે છે. ત્યાં ઉભેલા લોકો પણ બદલામાં ડાન્સ કરી રહ્યા છે અને અન્ય લોકો તાળીઓ પણ વગાડી રહ્યા છે.