Gandhinagar News/ કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી

ગાંધીનગરમાં કેનેડાના વિઝાની લાલચ આપી એક શખ્સ સાથે કરોડોની રૂપિયાની છેતરપિંડી થઈ. વિઝાની લાલચ આપનાર એજન્ટે પૈસા પડાવ્યા બાદ ઓફિસ બંધ કરી દીધી

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગરમાં કેનેડાના વિઝાની લાલચ આપી એક શખ્સ સાથે કરોડોની રૂપિયાની છેતરપિંડી થઈ. વિઝાની લાલચ આપનાર એજન્ટે પૈસા પડાવ્યા બાદ ઓફિસ બંધ કરી દીધી. એજન્ટે છેતરપિંડી કરી હોવાનું લાગતા આ શખ્સે ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ કરી.

આ બનાવની સામે આવેલ વિગત મુજબ અમદાવાદના રાણીપમાં રહેનાર હાર્દિક પટેલે વધુ સારી તકો માટે કેનેડા સ્થાયી થવાનું વિચાર્યું. આ માટે હાર્દિક અને તેના મિત્રોએ તેમણે 2021માં વડોદરાની એક વિઝા કન્સલટન્સીનો સંપર્ક કર્યો. આ એજન્સીની માહિતી તેમણે ગુગલ દ્વારા મેળવી હતી. આ એજન્સી ઋષિકેશ પુરોહિત, બિશ્વદીપ બિનોય દેય તથા સુજાતા વાધવા દ્વારા ચલાવવામાં આવે છે.

હાર્દિક અને તેના મિત્રોએ એજન્ટની માંગણી મુજબ વિઝા માટે થોડા થોડા કરી રૂ.1.60 કરોડ પૈસા આપ્યા. એજન્ટને પૈસા મળ્યા બાદ થોડા સમય સુધી કોઈ સંપર્ક ના થતા હાર્દિક અને તેના મિત્રોએ ફોન કર્યો. તો જણાવ્યું કે તમારા વિઝા રિજેક્ટ થયા છે. અને હવે તમારે કેનેડામાં બીજા રાજ્ય માટે વિઝા ફાઈલ કરવા પડશે. આ માટે તમામ પ્રક્રિયા ફરી થશે અને બીજા પૈસા આપવા પડશે. એજન્ટની આ માંગણી થવા પર રાણીપમાં રહેતા હાર્દિક અને તેના મિત્રોએ પૈસા પાછા આપવા જણાવ્યું. ત્યારબાદથી કેનેડાના વિઝા આપનાર એજન્ટે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા.

વિઝા અપાવનાર તમામ ત્રણ એજન્ટના ઘણા સમય સુધી મોબાઈલ ફોન બંધ આવતા તેમજ ઓફિસ બંધ હોવાનું જોઈ હાર્દિક અને તેના મિત્રોને શંકા ગઈ. તેમણે વધુ તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે તેમની સાથે કેનેડાના વિઝા આપવાના બહાને છેતરપિંડી થઈ છે. આ બાબત સામે આવતા હાર્દિકભાઈએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.ગાંધીનગર CID ક્રાઇમમાં વિઝાની લાલચ આપી હાર્દિક સહિત ત્રણ શખ્સ સાથે રૂ.1.60 કરોડની છેતરપિંડી કરવા બદલ વડોદરાના ઋષિકેશ પુરોહિત, બિશ્વદીપ બિનોય દેય તથા સુજાતા વાધવા એમ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં એક મીમી વરસાદ, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે

આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ