Ahmedabad News: શહેરમાં એક મિમી વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા ઝરમર ઝરમર ઝરમર ઝરમર ઝરમર વરસાદ નોંધાયો છે, જ્યારે શુક્રવારે ગુજરાતના 252માંથી 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં શનિવારે ભારે વરસાદ પડશે, જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વલસાડમાં 6 ઈંચ તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જોવા મળ્યું હતું. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે આજે પણ રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે. આજે પણ રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
બે સિસ્ટમ ઉત્તર ગુજરાત પર ચક્રવાતનું પરિભ્રમણ અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીના દરિયા કિનારે – આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે, આગાહી જણાવે છે. અમદાવાદની આસપાસ, ધોલેરામાં 20 મીમી દેત્રોજ અને ધંધુકામાં 8 મીમી અને દસક્રોઇમાં 6 મીમી નોંધાયો હતો. હળવા વરસાદ સાથે શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ 35.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
ખેડા જિલ્લાના નડિયાદમાં જ્યાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. માતર તાલુકામાં પણ ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો હતો. માતરના ત્રાજ, લીંબાસી, ખરેટી, પૂનાજ, અસલાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જ્યાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. મધ્ય ગુજરાત બાદ વાત સૌરાષ્ટ્રની કરીએ તો, સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો ગઢડા તાલુકાના ઢસા ગામના છે. જ્યાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગરમાં પણ મેઘમહેર યથાવત છે. ધીમાધારે સાર્વત્રિક વરસાદને કારણે ભાવનગર શહેરના રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. તો જિલ્લાના ઉમરાળા તાલુકામાં પણ વરસાદને કારણે લોકોને બફારાથી રાહત મળી હતી. વાત હવે દક્ષિણ ગુજરાતની કરીએ તો, વલસાડમાં વરસાદી માહોલ જામતા નદી નાળા છલકાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં વારોલી નદીમાં નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાંથી પાણી આવતાં નદી પરનો કોઝ વે ઓવરફ્લો થયો હતો. નદી-નાળા છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
પાવાગઢમાં વરસાદને કારણે માહોલ એવો ખુશનમા થયો છે કે પાવાગઢનો પર્વત વાદળોથી ઢંકાઈ ગયો હતો. નજારો એટલો નયનરમ્ય હતો કે જાણે કુદરત સ્વયં નીચે ઉતરી આવી હોય. મોટી સંખ્યામાં ભક્તોએ વરસાદ વચ્ચે મા મહાકાળીના દર્શનનો લાહવો લીધો હતો. તો રાજ્યમાં આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ દરિયા કાંઠાના જિલ્લાઓમાં વધુ વરસાદ રહેવી તેવી શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક નકલી હોસ્પિટલ પકડાઈ
આ પણ વાંચો: ભાવનગરમાં SGST એ 100થી વધુ પેઢી વિરૂદ્ધ રિકવરીની પ્રક્રિયા શરૂ કરી
આ પણ વાંચો: રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ