રાજ્યમાં એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ઘર કંકાસથી લઈને સામન્ય બોલાચાલી લોકો એટલા ઉસકેરાઈ જાય છે કે, સામે વાળની હત્યા કરવા પર ઉતરી આવે છે. હજુ તો અમદાવાદના થયેલ હિન હત્યા કેસની સાહી સુકાઈ પણ નથી કે રાજકોટમાં એક પતિએ તેની જ પત્નીની ઘાતકી હત્યા કરી હતી જે બાદ તેણે પોતે જ પોલીસને આ મામલે જાણ કરી કયા હાજર થવાનું છે તેવું કહ્યું હતું. આ મામલે યુનિવર્સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન,સમગ્ર પંથક શોકમગ્ન
આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટની ભાગોળે અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેતા શૈલેષ ભુપતભાઈ પંચાસરા (ઉ. 25) તેની પત્નીની ઘાતકી હત્યા કરી લાશને અવાવરું સ્થળે રાખી તેની હત્યા કરી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી કહ્યું- ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં’. શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે, દારૂના નશામાં કોઈ શખ્સ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે.
પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યાં શૈલેષએ ઘંટેશ્વર એસસારપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પોએસાઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ પ્રવીણ પોલીસને સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહા (ઉ.વ.22)નો લાશ પોલીસને બતાવી હતી.
આ પણ વાંચો : રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું
શૈલેષ પંચાસરાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે,પોતે ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. નેહાને અનેક યુવક સાથે લફરાં હોય આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો નહીં અટકતાં અંતે તેને પતાવી દીધી હતી.
આ પણ વાંચો :ભાઈની પત્નીને પામવા ભાઈ કરી પિતરાઈ ભાઈની હત્યા
આ પણ વાંચો :હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
આ પણ વાંચો : બહુચરાજી માં માતાજીને આજે વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર પહેરાવ્યો
