Bharuch News/ ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો

શાળા પરિવહન યોજના” હેઠળ ગાડી ફેરવવાના બિલ પાસ કરાવવા 31,000 ની લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

Gujarat Others

Bharuch News : ભરૂચના ઝઘડિયા તાલુકાના સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય રૂ.31,000 ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયો હતો.આ કેસની વિગત મુજબ ફરિયાદી પોતે ઈકો ગાડી ફેરવવાનું કામ કરે છે. બીજીતરફ ભરૂચના ઝઘડિયા તાલુકાના સરસાડની માધ્યમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય કલ્પેશકુમાર બચુભાઈ પટેલે તેમની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે “શાળા પરિવહન યોજના” હેઠળ ગાડી ફેરવવા માટે ફરિયાદીને રાખ્યા હતા.

આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલો માંથી એક મહિનાના બિલના ₹3,000 લેખે કમિશન પેટે આપવાનું જણાવ્યું હતું. જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના રૂ.9,000 તેમજ અન્ય એક સાહેદના સને 2024 ના મારુતિ વાનના રૂપિયા 13,000 અને સને 2025 ના ત્રણ મહિનાના રૂ. 9,000 એમ કુલ રૂપિયા 31,000 ની ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી.

જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં ACBની ટીમે સરસાડ સરકારી માધ્યમિક શાળાના કંપાઉન્ડમાં જાળ બિછાવીને રૂ.31,000 ની લાંચ લેતા ઈન્ચાર્જ  આચાર્ય કલ્પેશ પટેલને ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં અકસ્માતની વણઝાર, કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતાં 50 ફૂટ ઢસડાઈ

આ પણ વાંચો:  અમદાવાદમા ફરીથી એક AMTS બસનો લાઇટના પોલ સાથે અથડાતા સર્જાયો અકસ્માત

આ પણ વાંચો: અમદાવાદના રખ્યાલ રોડ પર AMTS,BRTSએ ઓટો રિક્ષાને લીધી અડફેટ થયો ભીષણ અકસ્માત